સ્પોર્ટસ

ભારતની ટી-20માં પાંખવાળા ઉડતા મકોડાનો આતંક: સાઉથ આફ્રિકામાં આ કોઈ નવી વાત નથી!

સેન્ચુરિયન: બુધવારે અહીં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 મૅચ દરમ્યાન પાંખવાળા ઉડતા અસંખ્ય મકોડાને કારણે રમત 30 મિનિટ માટે અટકાવી દેવી પડી હતી. જોકે સાઉથ આફ્રિકામાં આવી ઘટના કોઈ નવી વાત નથી. બુધવારે ભારતે 20 ઓવરમાં છ વિકેટે 219 રન બનાવ્યા હતા અને યજમાન ટીમે 220 રનના તોતિંગ લક્ષ્યાંક મેળવવા પોતાના ઓપનર્સ રિકલ્ટન તથા હેન્ડ્રિક્સને મેદાન પર મોકલ્યા ત્યારે વણ-નોતર્યા મહેમાન (તીડ જેવા પાંખવાળા ઉડતા અસંખ્ય મકોડા)એ તેમનું સ્વાગત કર્યું હતું. ભારતીય ટીમના ખેલાડીઓ અને અમ્પાયરો પણ સાવધ થઈ ગયા હતા.


Also read: કૅચિઝ વિન મૅચિઝ: સૂર્યાના વર્લ્ડ કપના કૅચ પછી હવે અક્ષરનો મૅચ-વિનિંગ કૅચ


37 રનમાં ત્રણ વિકેટ લેનાર મૅચના બેસ્ટ બોલર અર્શદીપ સિંહે દાવની પ્રથમ ઓવર તો કરી હતી, પરંતુ બન્ને અમ્પાયરોને થયું કે ઉડતા મકોડાનો આતંક વધી રહ્યો છે એટલે હમણાં રમત ચાલુ રાખવી હિતમાં નથી. ખેલાડીઓને આ ઉડતા જીવડાં આંખોમાં નુકસાન કરી શકે એવું વિચારીને તેમણે રમત રોકી હતી. પછીથી જીવડાંનો આતંક ખૂબ ઘટી ગયો એટલે રમત ફરી શરૂ કરાઈ હતી અને ભારતીય બોલર્સ તથા ફીલ્ડર્સે ટીમને 11 રનથી વિજય અપાવ્યો હતો.

થોડા મહિના પહેલાં ડરબન (જ્યાં તાજેતરમાં ભારતે શ્રેણીની પ્રથમ ટી-20 જીતી હતી) સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની મૅચમાં પણ પાંખવાળા ઉડતા મકોડા મેદાન પર ધસી આવ્યા હતા. જોકે તેમણે થોડી જ મિનિટોમાં વિદાય લીધી હતી.
2017માં જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની વન-ડે દરમ્યાન હજારો મધમાખી ગ્રાઉન્ડ પર ધસી આવી હતી. ઘણી વાર સુધી મધમાખીઓ પાછી જતી ન રહેવાને પરિણામે મેદાનના સત્તાવાળાઓએ મધમાખી પકડતા પ્રોફેશનલને બોલાવ્યો હતો. તેણે હનીકૉમ્બની મદદથી મધમાખીઓને કાબૂમાં લીધી હતી.


Also read: ભારતને સતત ત્રીજી મૅચમાં પણ બૅટિંગ મળી અને સૅમસનનો ફરી ઝીરો


નવાઈની વાત એ છે કે કુલ 65 મિનિટ સુધી રમત નહોતી થઈ શકી. એ ઇનિંગ્સમાં શ્રીલંકાના કેટલાક બૅટર્સ જેટલા સમય સુધી મેદાન પર રહી શક્યા એના કરતાં વધુ સમય સુધી આ મધમાખીઓએ જોહનિસબર્ગના ગ્રાઉન્ડ પર રાજ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker