T20 World Cup 2024સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવા વિશે ગંભીરે અબુ ધાબીથી શું કહ્યું જાણી લો…

દુબઈ: ગૌતમ ગંભીર (Gautam Gambhir) દિલની જે વાત મુંબઈમાં કે પાટનગર દિલ્હીમાં કે ભારતના બીજા કોઈ સ્થળેથી જાહેરમાં ન કહી શક્યો એ તેણે યુએઇમાં કહી દીધી છે. તેણે શનિવારે અબુ ધાબીની એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘મને ભારતની નૅશનલ ક્રિકેટ ટીમને કોચિંગ આપવાનું ખૂબ ગમશે અને એ જવાબદારી મળે એ તો મોટા ગૌરવની વાત કહેવાય.’
આ સાથે, ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ-કોચનો હાઈ-પ્રોફાઇલ જૉબ સ્વીકારશે કે નહીં એની અટકળ મોટા ભાગે પૂરી થઈ ગઈ કહેવાશે.

તાજેતરમાં જ ગંભીરની મેન્ટરશિપમાં કોલકાતાએ ત્રીજી વાર આઇપીએલનું ટાઇટલ જીતી લીધું હતું. 2012માં અને 2014માં કોલકાતાએ ગંભીરની કૅપ્ટન્સીમાં ચૅમ્પિયનપદ હાંસલ કર્યું હતું.

રવિવારે પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું કે બીસીસીઆઇ દ્વારા હેડ-કોચ બનવાને લગતી અરજીઓ 27મી મે સુધી સ્વીકારવામાં આવી હતી. જોકે ગંભીરે અરજી કરી છે કે નહીં એ સ્પષ્ટ નથી થયું.

42 વર્ષીય ગંભીરે અબુ ધાબીમાં મૅડિયૉર હૉસ્પિટલના વિદ્યાર્થીઓના સમારોહમાં કહ્યું, ‘ભારતીય ટીમને કોચિંગ આપવાનું મને તો ખૂબ ગમશે. રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાથી વિશેષ ગૌરવ બીજું કોઈ જ ન કહેવાય. આ એ ટીમ છે જે 140 કરોડ ભારતીયોનું વિશ્ર્વભરમાં પ્રતિનિધિત્વ કરતી હોય છે.’

શું તમે ભારતીય ક્રિકેટ ટીમને કોચિંગ આપવાનું પસંદ કરશો? તમે તમારા બહોળા અનુભવની મદદથી ટીમ ઇન્ડિયાને ભવિષ્યમાં વર્લ્ડ કપ જિતાડવામાં મદદ કરશો? એવા એક સ્ટૂડન્ટના સવાલના જવાબમાં ગંભીરે એવું પણ કહ્યું હતું કે ‘ઘણા લોકો મને આવો સવાલ પૂછતા હોય છે, પણ મેં તેમને જવાબ નથી આપ્યો. જોકે હવે હું તમને જવાબ આપવાનું પસંદ કરીશ.’
ભારતીય ક્રિકેટને 20 વર્ષ પહેલાં નવી દિશા અપાવનાર ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગયા અઠવાડિયે હેડ-કોચના હોદ્દા માટે ગૌતમ ગંભીરની તરફેણ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ