સ્પોર્ટસ

અંતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નવા ચીફ સિલેક્ટરની કરી નિમણૂક

લાહોર: આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ધબડકા પછી એક પછી એક લોકોએ રાજીનામું આપ્યું હતું, જેમાં આજે પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)એ ચીફ સિલેક્ટરની વરણી કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ઝડપી બોલર વહાબ રિયાઝને મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક કરી હતી. નોંધનીય છે કે તાજેતરમાં જ મહાન બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે મુખ્ય પસંદગીકારના પદેથી રાજીનામું આપ્યું હતું.
પીસીબીએ હિતોના સંઘર્ષની તપાસ શરૂ કર્યા બાદ ઈન્ઝમામે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ઈન્ઝમામ ઉલ હક એ કંપની સાથે સંકળાયેલો છે જે ખેલાડીઓનું સંચાલન કરે છે, જેના કારણે હિતોના ટકરાવની તપાસ શરૂ કરાઇ હતી
રિયાઝની પ્રથમ જવાબદારી ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ પ્રવાસ અને ન્યૂ ઝીલેન્ડમાં ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમની પસંદગીની રહેશે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયામાં 14 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ટેસ્ટ શ્રેણી રમશે, ત્યારબાદ તે 12 થી 21 જાન્યુઆરી સુધી ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ટી-20 મેચની આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે.
રિયાઝ 2020 થી પાકિસ્તાન માટે રમ્યો નથી પરંતુ તે પાકિસ્તાન સુપર લીગમાં રમે છે. ગયા વર્ષે સ્થાનિક લિસ્ટ-એ મેચોમાં પણ રમ્યો હતો. તેણે 27 ટેસ્ટ, 91 વનડે અને 36 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે સતત ત્રણ વર્લ્ડ કપમાં રમ્યો હતો જેમાં તેણે 35 વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…