સ્પોર્ટસ

ફિફા કહે છે, આ વર્ષના ફૂટબૉલ વર્લ્ડ કપની ટિકિટો માટે કુલ 50 કરોડ રિક્વેસ્ટ મળી છે…

કૉરલ ગૅબલ્સ (ફ્લોરિડા): ફૂટબૉલ જગતનું સંચાલન કરતી સંસ્થા ફિફા (Fifa)એ કહ્યું છે કે આ વર્ષે યોજાનારા ફૂટબૉલ વર્લ્ડ કપની ટિકિટો માટે અમને 50 કરોડથી પણ વધુ રિક્વેસ્ટ મળી છે.

2026નો ફિફા વર્લ્ડ સંયુક્ત રીતે અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં રમાશે. ટિકિટો માટેની સૌથી વધુ રિક્વેસ્ટ (Requests) જર્મની, ઇંગ્લૅન્ડ, બ્રાઝિલ, સ્પેન, પોર્ટુગલ, આર્જેન્ટિના અને કોલમ્બિયાના સૉકર ચાહકો તરફથી મળી છે.

AFP

ફિફા કહે છે કે ટિકિટનો ભાવ 8,680 ડૉલર (અંદાજે 7.84 લાખ રૂપિયા) સુધીનો હોવો જોઈએ. ખૂબ ટીકા થયા પછી ફિફાએ ગયા મહિને જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટના 48 નૅશનલ ફેડરેશનોને દરેક મૅચ માટે 60 ડૉલરની ટિકિટો ઑફર કરશે અને ફેડરેશનો એ ટિકિટો પોતાના ફૅન્સમાં કેવી રીતે વહેંચવી એ નક્કી કરશે.

ફિફાને જે મૅચોની ટિકિટો માટે રિક્વેસ્ટ મળી છે એમાં સૌથી વધુ રિક્વેસ્ટ પોર્ટુગલ અને કોલમ્બિયા વચ્ચેની મૅચ માટેની છે. એ મૅચ 27મી જૂને ફ્લોરિડાના માયામી ગાર્ડન્સમાં રમાવાની છે. એ ઉપરાંત મેક્સિકો-સાઉથ કોરિયા મૅચની તેમ જ 19મી જુલાઈની ફાઇનલની રિક્વેસ્ટ પણ ફિફાને મળી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button