Fifa Qualifiers :સુનીલ છેત્રીની છેલ્લી મૅચમાં ભારતે કુવૈતને ન જીતવા દીધું
કોલકાતા: ભારતની ફૂટબૉલ ટીમે અહીં ગુરુવારે 2026ના ફિફા વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાઇંગ મૅચમાં કુવૈતની ચડિયાતી ટીમને વિજયથી વંચિત રાખી હતી.
ભારતે કુવૈત સાથેની મૅચ 0-0થી ડ્રૉ કરાવી હતી.
કૅપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri)ની આ છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ હતી અને એમાં તેણે પરાજય ટાળીને ટીમમાંથી વિદાય લીધી હતી. 39 વર્ષનો છેત્રી ઇન્ટરનૅશનલ ફૂટબૉલમાં દિગ્ગજ ખેલાડીઓ પછી 94 ગોલ સાથે ચોથા સ્થાને છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (128 ગોલ), અલી દાઇ (108) અને લિયોનેલ મેસી (106) પહેલા અનુક્રમે ત્રણ સ્થાને છે.
કુવૈત સાથેની મૅચ ડ્રૉમાં જતાં ભારતના માત્ર પાંચ પૉઇન્ટ છે એટલે ક્વૉલિફાયરના ત્રીજા રાઉન્ડમાં પહોંચવું ભારત માટે ખૂબ મુશ્કેલ છે.
ભારતે હવે એણે 11મી જૂને એશિયન ચૅમ્પિયન કતાર સામે રમવાનું છે.
છેત્રીએ 16મી મેએ રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે ફિફાએ તેને લેજ્ન્ડરી ખેલાડી તરીકેનું સન્માન આપ્યું હતું.
છેત્રી હજી બે વર્ષ સુધી ક્લબ-સ્તરિય ફૂટબૉલ સ્પર્ધામાં રમતો રહેશે.