ફખર ઝમાને ખુલાસામાં કહ્યું, `નિવૃત્તિ કેવી ને વાત કેવી, મેં પણ મારા વિશેની અફવા સાંભળી છે’

લાહોરઃ ભૂતકાળમાં ભારત સામે પાકિસ્તાનને ઘણી મૅચો જિતાડી આપનાર ઓપનર ફખર ઝમાન રવિવારે દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચમાં ઈજાને કારણે નહોતો રમી શક્યો અને હવે તો આખી ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો એટલે તેના રિટાયરમેન્ટની અફવા ઊડવા લાગી છે જેને પગલે તેણે સ્પષ્ટતા કરવી પડી છે.
આ પણ વાંચો: Champions Trophy: આઉટ થયા બાદ પાકિસ્તાનનો આ બેટર ડ્રેસિંગ રૂમમાં પોક મૂકીને રડી પડ્યો! જાણો શું છે મામલો
ફખરે અફવાને રદિયો આપતા કહ્યું છે કે મારે પાકિસ્તાન વતી હજી ત્રણેય ફૉર્મેટમાં રમવું છે અને હું મહિનામાં ફરી ફિટ થઈશ.' ફખરને ઘૂંટણની જૂની ઈજા ફરી સતાવી રહી છે. ભારત સામેની મૅચમાં તેના સ્થાને ઇન્ઝમામ-ઉલ-હકના ભત્રીજા ઇમામ-ઉલ-હકને રમાડવામાં આવ્યો હતો. 34 વર્ષીય ફખરે કહ્યું છે કે
મારી નિવૃત્તિની અફવા વિશે મેં પણ સાંભળ્યું છે. મારા મિત્રોએ એના મૅસેજિસ મને ફૉરવર્ડ કર્યા છે. જોકે એમાં કંઈ જ તથ્ય નથી. વન-ડે મારું ફેવરિટ ફૉર્મેટ છે. થાઇરોઇડની સમસ્યાને લીધે મેં થોડો સમય ક્રિકેટમાંથી બે્રક લેવાનું પસંદ કર્યું હતું, પરંતુ નિવૃત્તિ લેવા વિશે મેં ક્યારેય વિચાર્યું જ નથી. મારે હજી વન-ડે, ટી-20 અને ટેસ્ટ રમવી છે.’
ફખરને 19મી ફેબ્રુઆરીએ ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ઈજા થઈ હતી જેને લીધે તે એ મૅચમાં પછીથી નહોતો રમ્યો.