સ્પોર્ટસ

આઇપીએલનું એન્ટરટેઇનિંગ અને એનર્જેટિક ઓપનિંગ

ચેન્નઈ: અહીંના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટાટા આઇપીએલની સત્તરમી સીઝનના કર્ટન-રેઇઝર સમાન ઓપનિંગમાં બૉલીવૂડના કલાકારો અને ડાન્સર્સ સોળે કળાએ ખીલ્યા હતા.

જેકી શ્રોફના પુત્ર અને યુવા વર્ગના કરોડો લોકોના લોકપ્રિય ઍક્ટર-ડાન્સર ટાઇગર શ્રોફના પર્ફોર્મન્સથી મનોરંજક પ્રારંભિક સમારોહની શાનદાર શરૂઆત થઈ હતી. એનર્જેટિક અને ઇલેકટ્રિફાઇંગ પર્ફોર્મન્સ માટે જાણીતા ટાઇગરના પ્રત્યેક મૂવમેન્ટમાં ગજબની ઊર્જાનો અહેસાસ થતો હતો. કરોડો ચાહકોમાં ‘ખિલાડી’ તરીકે જાણીતા અક્ષય કુમારે તિરંગા સાથે એન્ટ્રી કરી હતી અને જમ્પ મારીને આગવી સ્ટાઇલમાં ધમાકાભેર આગમન કર્યું હતું.

ટાઇગર અને અક્ષય, બન્નેએ સુપર હિટ ગીતોની ધૂન પર ડાન્સ કર્યો હતો તેમ જ ડેન્જરસ સ્ટન્ટ સાથે ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા.ખ્યાતનામ સિંગર સોનુ નિગમ અને વિખ્યાત સંગીતકાર-સિંગર એ. આર. રહમાને પણ પર્ફોર્મ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સોનુ અને રહમાને ‘વંદે માતરમ’ દેશભક્તિ ગીત ગાઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સેલિબ્રિટી સિંગર્સના આ પર્ફોર્મન્સથી આખું સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું હતું. તેમણે ‘માં તૂઝે સલામ’ ગીત ગાઈને સૌનું મન મોહી લીધું હતું.
હજારો પ્રેક્ષકોમાં મોટા ભાગે યજમાન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફી યલો જર્સીમાં સજ્જ ક્રિકેટપ્રેમીઓ નજરે પડતાં હતાં.

રંગારંગ કાર્યક્રમના આરંભમાં આઇપીએલની તમામ 10 ટીમના લોગો, કલર્સ અને અસલ પહેચાનથી તેમ જ ચળકતી ટ્રોફીને કારણે અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો.

ઑગમેન્ટેડ રિયાલિટી (એઆર) ટેક્નોલૉજી આ સમારોહની વિશેષતા હતી.

ઓપનિંગ સેરેમનીમાં લેઝર શોનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં ચાંદ પર ઉતારવામાં આવેલા ભારતની શાનસમાન વિક્રમ લેન્ડરના લેન્ડિંગને બતાવ્યું હતું. ઓપનિંગ સેરેમનીમાં ફરી એક વખત પૂરી

દુનિયામાં ભારતની તાકાતને બતાવી હતી. ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરના સાઉથ પોલ પર પોતાના લેન્ડરને ઉતાર્યું હતું. ચેપોક સ્ટેડિયમના લેઝર શોમાં વિક્રમ લેન્ડરને જોઈને લોકો ખુશ ખુશાલ
થઈ ગયા હતા. પ્રેક્ષકો અને કરોડો ટીવી દર્શકોના દિલોદિમાગ ડોલાવતા બૉલીવૂડના દિગ્ગજોના આ પર્ફોર્મન્સને લીધે ચેન્નઈ-બેન્ગલૂરુ વચ્ચેની પ્રથમ મૅચ માટેનો ટૉસ દસ મિનિટ મોડો ઉછાળવામાં

આવ્યો હતો. આરસીબીના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી.

https://twitter.com/IPL/status/1771167185936802294?s=20

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker