ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, ભારતના ઓપનર્સની આકરી કસોટી

લીડ્સઃ અહીં હેડિંગ્લી (Headingly ground) ગ્રાઉન્ડ પર ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે ટૉસ (Toss) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને ભારતને પ્રથમ બૅટિંગ કરીને તોતિંગ સ્કોર નોંધાવવાનો મોકો મળ્યો છે. આ પાંચ મૅચની સિરીઝ છે અને ભારતીય ટીમ વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિનની નિવૃત્તિ પછીની પ્રથમ ટેસ્ટ શ્રેણી રમવાની છે.
આ સિરીઝ ` ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી’ તરીકે ઓળખાશે. ભારતે સાઇ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપી છે અને મિડલ-ઑર્ડર બૅટ્સમૅન કરુણ નાયર સાત વર્ષે ટીમમાં કમબૅક કરી રહ્યો છે.
ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (SHARDUL Thakur)ને પણ ફરી ટેસ્ટમાં પુનરાગમન કરવાનો મોકો મળ્યો છે. નવા સુકાની શુભમન ગિલે કહ્યું હતું કે સુદર્શન વનડાઉનમાં બૅટિંગ કરશે.
આ પણ વાંચો - ભારત લીડ્સમાં આટલા વર્ષથી ટેસ્ટ નથી જીત્યું…
બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ
ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઇંગ્લૅન્ડઃ બેન સ્ટૉક્સ (કૅપ્ટન), જૅમી સ્મિથ (વિકેટકીપર), જૅક ક્રૉવ્લી, બેન ડકેટ, ઑલી પોપ (વાઇસ-કૅપ્ટન), જૉ રૂટ, હૅરી બ્રૂક, ક્રિસ વૉક્સ, બ્રાયડન કાર્સ, જૉશ ટન્ગ અને શોએબ બશીર.