મહિલા વર્લ્ડ કપઃ જોરદાર લડત છતાં ભારત હાર્યું, સેમિમાં પહોંચવું હવે વધુ મુશ્કેલ...
સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપઃ જોરદાર લડત છતાં ભારત હાર્યું, સેમિમાં પહોંચવું હવે વધુ મુશ્કેલ…

ઇન્દોરઃ હરમનપ્રીત કૌર (70 રન, 70 બૉલ, 10 ફોર)ના સુકાનમાં વિમેન ઇન બ્લુએ અહીં વન-ડે વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડને જોરદાર લડત આપી હતી, પણ છેવટે દિલધડક મુકાબલામાં ભારતનો માત્ર ચાર રનના તફાવતથી પરાજય થયો હતો. ઇંગ્લેન્ડ સેમિમાં પહોંચી ગયું છે.

ભારતીય ટીમ 289 રનના તોતિંગ લક્ષ્યાંક સામે 50 ઓવરમાં છ વિકેટે 284 રન કરી શકી હતી. વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (88 રન, 94 બૉલ, આઠ ફોર) અને દીપ્તિ શર્મા (50 રન, 57 બૉલ, પાંચ ફોર)ની ફટકાબાજી સહિતની બધી મહેનત પાણીમાં ગઈ હતી.

પાંચ બ્રિટિશ બોલરમાંથી નૅટ સિવરે બે તેમ જ બીજી ચાર બોલરે એક-એક વિકેટ લીધી હતી. એ પહેલાં, ઇંગ્લૅન્ડ (England)ની ટીમે ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં આઠ વિકેટે 288 રન કર્યા હતા. મિડલ-ઑર્ડરની બૅટર હીધર નાઇટે 109 રન અને વિકેટકીપર ઍમી જોન્સે 56 રન કર્યા હતા.

બ્રિટિશ ટીમની આઠમાંથી ચાર વિકેટ સ્પિનર દીપ્તિ શર્માએ તથા બે વિકેટ બીજી સ્પિનર શ્રી ચરનીએ લીધી હતી. હીધર નાઇટ (Heather Knight) સહિત બે બૅટર રનઆઉટ થઈ હતી. ભારતીય ટીમ સામે 289 રનનો પડકારરૂપ લક્ષ્યાંક છે. સેમિ ફાઇનલમાં પહોંચવા ભારત સામે પડકારો વધી ગયા છે. ભારતે હવે ન્યૂ ઝીલૅન્ડ અને બાંગ્લાદેશ સામે જીતવું જ પડશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button