સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડે મહિલા ક્રિકેટરોને કહી દીધું, ભારતની ડબ્લ્યૂપીએલમાં રમવું છે કે ન્યૂ ઝીલૅન્ડ સામે?

લંડન: ટી-20 લીગ ટૂર્નામેન્ટો રમાતી થઈ છે ત્યારથી મોટા ભાગના ક્રિકેટરોના માનસમાં ઇન્ટરનૅશનલ સિરીઝોનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે. એવી અસર મહિલા ક્રિકેટરોમાં પણ હવે જોવા મળી રહી છે. એટલે જ ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચમાં બેન્ગલૂરુ અને દિલ્હીમાં રમાનારી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝનમાં રમનારી પોતાની મહિલા ક્રિકેટરોને કહી દીધું છે કે તેઓ જો ડબ્લ્યૂપીએલમાં છેક સુધી રમવાનું પસંદ કરવાની હશે તો તેમને ન્યૂ ઝીલૅન્ડમાં રમાનારી પ્રથમ ત્રણ ટી-20 માટેની ટીમમાં સિલેક્ટ નહી કરવામાં આવે.

2023ની પ્રથમ ડબ્લ્યૂપીએલમાં બ્રિટિશ મહિલા ખેલાડીઓનો પર્ફોર્મન્સ ખૂબ સારો હતો. આ વખતે તેઓ મૂંઝવણમાં છે. આ વખતની ડબ્લ્યૂપીએલની ફાઇનલ 17 માર્ચે દિલ્હીમાં સાંજથી રમાવાની છે. બીજી બાજુ, ન્યૂ ઝીલૅન્ડમાં ઇંગ્લૅન્ડની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પહેલી મૅચ ડનેડિનમાં 19 માર્ચે બપોરે રમાશે. ઇંગ્લૅન્ડની ખેલાડીઓ માટે આ બન્ને મૅચ રમવી સંભવ નહીં હોય એટલે જ તેમના ક્રિકેટ બોર્ડે તેમને નક્કી કરી લેવા કહ્યું છે કે ભારતમાં જ રમતા રહેવું હોય તો ન્યૂ ઝીલૅન્ડમાં શ્રેણીની શરૂઆતની ત્રણ ટી-20માં રમવાનું ભૂલી જ જજો.


રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની હીધર નાઇટ શનિવારે જ ડબ્લ્યૂપીએલની 2024ની સીઝનમાંથી નીકળી ગઈ હતી અને જાહેર કરી દીધું હતું કે તે ન્યૂ ઝીલૅન્ડમાં આખી સિરીઝ રમશે. તેની પહેલાં લૉરેન બેલ પણ ડબ્લ્યૂપીએલમાંથી નીકળી ગઈ હતી. જોકે ઇંગ્લૅન્ડની હજી જે છ પ્લેયર આવતા મહિને ડબ્લ્યૂપીએલમાં રમશે અને એમાં ઍલિસ કૅપ્સી, ઇસ્સી વૉન્ગ, નૅટ સિવર-બ્રન્ટ, કેટ ક્રૉસ, સૉફી એક્લ્સ્ટન અને ડૅની વૉટ.


આ બ્રિટિશ ખેલાડીઓને ડબ્લ્યૂપીએલની એક સીઝન રમવાના 30 લાખ રૂપિયાથી માંડીને 3.20 કરોડ રૂપિયા મળે છે એ જોતાં જોઈએ હવે કઈ પ્લેયર ઇન્ટરનૅશનલ સિરીઝના ભોગે એમાં રમવાનું પસંદ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…