સ્પોર્ટસ

England સિરીઝ જીત્યું: Atkinson ટૉની ગ્રેગ, બોથમની બરાબરી કરી

London: ઇંગ્લૅન્ડે રવિવારે અહીં લોર્ડ્સમાં શ્રીલંકાને બીજી ટેસ્ટમાં પણ હરાવીને ત્રણ મેચવાળી સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. પાંચમી જ ટેસ્ટ રમી રહેલો ઑલરાઉન્ડર ગસ ઍટકિન્સન એક જ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારવા ઉપરાંત દાવમાં પાંચ વિકેટ લેનાર ઇંગ્લૅન્ડનો ટૉની ગ્રેગ અને ઈયાન બોથમ પછીનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

ઈયાન બોથમે 1978થી 1984 દરમ્યાન પાંચ વખત ટેસ્ટમાં સેન્ચુરી અને પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. એમાંની એક સિદ્ધિ તેણે વાનખેડે સ્ટેડિયમમાં (1980માં) મેળવી હતી.

ઍટકિન્સને લોર્ડ્સમાં પ્રથમ દાવમાં 118 રન બનાવ્યા હતા અને બીજા દાવમાં 62 રનમાં પાંચ વિકેટ લીધી હતી. પહેલા દાવમાં તેને બે વિકેટ મળી હતી.
ધનંજય ડી’સિલ્વાના સુકાનમાં શ્રીલંકાની ટીમ 483 રનના લક્ષ્યાંકના જવાબમાં 292 રનમાં ઑલઆઉટ થઈ જતાં ઑલી પોપની કેપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડે 190 રનથી વિજય મેળવ્યો હતો.

બીજા દાવમાં ઍટકિન્સનની પાંચ વિકેટ ઉપરાંત ક્રિસ વૉક્સ અને ઑલી સ્ટોને બે-બે વિકેટ લીધી હતી.
આ જીતમાં ઇંગ્લૅન્ડના બૅટર જો રૂટ (143 રન અને 103 રન)નું પણ મોટું યોગદાન હતું. તે કુલ 34 ટેસ્ટ સદી સાથે હવે ઇંગ્લૅન્ડના બૅટર્સમાં નંબર-વન સેન્ચુરી મેકર બન્યો છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી