મેઘરાજાએ મજા બગાડી, પણ શ્રાવણિયો સોમવાર મોજ કરાવી શકે…
ભારત જીતે પણ ખરું અને પરાજય પણ જોવો પડી શકેઃ બપોરે 3.30 વાગ્યે બાકીનો જંગ શરૂ

લંડનઃ અહીં ઓવલમાં છેલ્લી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ)માં રવિવારે ચોથા દિવસે ઇંગ્લૅન્ડે (England) 374 રનના લક્ષ્યાંક સામે 6/339ના સ્કોર વખતે જીતવા માત્ર 35 રન કરવાના બાકી હતા ત્યારે પહેલાં બૅડ લાઇટ અને પછી વરસાદે (RAIN) રમત અટકાવી હતી.
ભારતના ફાસ્ટ બોલર્સને થોડો આરામ જરૂર મળશે. શ્રાવણિયો સોમવાર ભારતીયોમાં ખુશીની લહેર ફેલાવી શકે. સોમવારે (monday) પહેલા અડધા કલાકમાં જ મૅચનું પરિણામ આવી શકે.
ચોથી ટેસ્ટમાં જાડેજા-વૉશિંગ્ટનની સેન્ચુરીએ ભારતને બચાવ્યું હતું. અહીં હૅરી બ્રૂક (111 રન) અને જૉ રૂટ (105 રન)ની સેન્ચુરી તારણહાર બની શકે. તેમની વચ્ચે ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી થઈ હતી. જોકે ભારતને જીતીને સિરીઝ 2-2થી લેવલ કરવાની સારી તક મળી છે.
છેલ્લી ઇનિંગ્સના ક્લાઇમૅક્સમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઉપરાઉપરી બે વિકેટ લેતાં ભારતની જીત માટે આશાનું કિરણ ફૂટ્યું ત્યાં નબળા પ્રકાશને લીધે રમત રોકી દેવામાં આવી હતી. ઇંગ્લૅન્ડે જીતની નજીક પહોંચ્યા પછી એક તબક્કે 36 રનમાં ત્રણ વિકેટ (બ્રૂક-111, બેથેલ-5 અને રૂટ-105) ગુમાવી દેતાં મૅચ અચાનક રોમાંચક મોડમાં આવી ગઈ.
6/339ના સ્કોર વખતે માત્ર 35 રન બાકી હતા ત્યારે જૅમી સ્મિથ (17 બૉલમાં બે નૉટઆઉટ) અને જૅમી ઑવર્ટન (આઠ બૉલમાં ઝીરો નૉટઆઉટ) ભારતીય ફાસ્ટ બોલર્સ સામે છેક સુધી ઝઝૂમી રહ્યા હતા. ક્રિષ્નાની ત્રણ વિકેટ ઉપરાંત બે વિકેટ સિરાજે અને એક વિકેટ આકાશ દીપે લીધી છે. બ્રૂકની વિકેટ આકાશે અને રૂટની વિકેટ ક્રિષ્નાએ અપાવી હતી. રવિવારના પહેલા સત્ર દરમિયાન સિરાજે કેચ ઝીલી લીધો હતો પરંતુ ને પગ અડી જતા બ્રુકને જીવતદાન મળ્યું હતું.
આ પણ વાંચો…યશસ્વીનું ખતરનાક સેલિબ્રેશન, બ્રિટિશ ફીલ્ડર વાંદરા જેવી ગુલાંટ મારીને બચ્યો…