મેન ઑફ ધ સિરીઝ અવૉર્ડ આ ભારતીય પ્લેયરને મળવાનો હતો, ઉતાવળે ગિલને અપાયો!

મેન ઑફ ધ સિરીઝ અવૉર્ડ આ ભારતીય પ્લેયરને મળવાનો હતો, ઉતાવળે ગિલને અપાયો!

લંડન: ઘણીવાર મોટા સમારંભમાં કે આંતરરાષ્ટ્રીય મંચ પર યોજાતી સ્પર્ધામાં પણ ભૂલ થઈ જતી હોય છે. સોમવારે ઓવલ (Oval) ગ્રાઉન્ડ પર ભારતે ઇંગ્લૅન્ડ (England)ને રોમાંચક મુકાબલામાં છ રનથી હરાવીને સિરીઝ 2-2થી બરાબરીમાં લાવી દીધી અને કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલો દિમાગ પર શુભમન ગિલ (Gill) ઍન્ડ કંપનીના ખેલાડીઓ છવાઈ ગયા ત્યાર બાદ એના વિતરણ સમારોહમાં એક નાનું બ્લન્ડર થયું હતું.

મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મોહમ્મદ સિરાજ (Siraj)ને જ આપવાનો હતો અને તેને જ આપવામાં આવ્યો, પરંતુ મેન ઑફ ધ સિરીઝના સંયુક્ત પુરસ્કાર માટે બે સૌથી મોટા દાવેદાર નક્કી કરવામાં આવ્યા હતા જેમાં એક હૅરી બ્રુક (Brook) હતો અને બીજો મોહમ્મદ સિરાજ હતો.

બન્યું એવું કે આયોજકોએ મેન ઑફ ધ સિરીઝના બે પુરસ્કાર વિજેતા માટે નામ આપવાનું બંને ટીમના હેડ-કોચ અનુક્રમે ગૌતમ ગંભીર અને બ્રેન્ડન મૅકલમને સૂચન કર્યું હતું.

રવિવારના ચોથા દિવસે જ મૅચ પૂરી થઈ જશે એવું માનીને મૅકલમે શુભમન ગિલનું નામ ઍ દિવસે આપ્યું હતું. જોકે મૅચ પાંચમા દિવસમાં ગઈ હતી અને સોમવારના એ છેલ્લા દિવસના પહેલા કલાકમાં મોહમ્મદ સિરાજ છવાઈ ગયો હતો. તેણે જ ભારતને વિજય અપાવ્યો હતો એટલે મૅકલમનું મન બદલાઈ ગયું હતું અને તેણે સિરીઝના પુરસ્કાર વિજેતાઓ માટે પોતે આપેલું ગિલનું નામ પાછું લઈને સિરાજનું નામ લખાવ્યું હતું.

જોકે ત્યાં સુધીમાં સિરીઝના પુરસ્કાર વિજેતાઓ માટેનું ફાઈનલ લિસ્ટ બની ગયું હતું અને એમાં ગિલનું જ નામ રહી ગયું હતું.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને આ મૅચ પછીના ફંકશનના ઍન્કર દિનેશ કાર્તિકે એક જાણીતી વેબસાઈટને કહ્યું હતું કે માઈકલ આથર્ટનને મેન ઑફ ધ સિરીઝ અવૉર્ડ વિજેતાઓ માટે જે બે નામ આપવામાં આવ્યા હતા એમાં હૅરી બ્રુક અને શુભમન ગિલના નામ જ હતા. મૅકલમે સોમવારે સિરાજનું જે નામ આપ્યું હતું એ લિસ્ટમાં અપડેટ નહોતું કરવામાં આવ્યું એટલે ગિલને જ બ્રુકની સાથે સિરીઝનો પુરસ્કાર વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…પાંચમી ટેસ્ટનો હીરો સાબિત થયેલો ફાસ્ટ બોલર મોહંમદ સિરાજ કેટલા કરોડોનો માલિક છે ખબર છે?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button