પહેલો એક કલાક અને 54 મિનિટ ભારતના, છેલ્લી ક્ષણો ઇંગ્લૅન્ડની
પ્રથમ ટેસ્ટમાં ભારતની સારી શરૂઆત પછી લંચ પહેલાં ધબડકો

લીડ્સઃ યશસ્વી જયસ્વાલ (42 નૉટઆઉટ, 74 બૉલ, આઠ ફોર) અને સાથી ઓપનર કેએલ રાહુલે (42 રન, 78 બૉલ, આઠ ફોર)ની જોડીએ 91 રનની ભાગીદારીથી ભારતને ઇંગ્લૅન્ડ (England) સામેની પ્રથમ ટેસ્ટ (first test)માં ખૂબ જ સારી શરૂઆત અપાવી હતી, પરંતુ લંચ પહેલાંના સત્રની છેલ્લી પળોમાં ભારતે બે વિકેટ ગુમાવી દેતાં આ સેશનમાં બન્ને ટીમનો હિસાબ સરખો થઈ ગયો હતો.
ભોજનના સમયે રમત અટકાવવામાં આવી ત્યાં સુધીમાં ભારતે 25.4 ઓવરમાં બે વિકેટ 92 રન કર્યા હતા. 91મા રને રાઇટ-આર્મ ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સના બૉલમાં પ્રથમ સ્લિપમાં જૉ રૂટને કૅચ આપી દીધો હતો. તેની વિકેટ પડ્યા બાદ નવો ખેલાડી સાઇ સુદર્શન (SUDARSHAN) વનડાઉનમાં રમવા આવ્યો હતો અને તેણે માંડ ત્રણ બૉલ હેમખેમ કાઢ્યા ત્યાર બાદ ચોથા બૉલમાં કૅપ્ટન બેન સ્ટૉક્સના બૉલમાં વિકેટકીપર જૅમી સ્મિથના હાથમાં કૅચઆઉટ થયો હતો. સ્કૉટ્સના સ્વિંગમાં સુદર્શન મૂંઝાઈ ગયો હતો અને જૅમી સ્મિથે જમણી દિશા તરફ ખેંચાઈને કૅચ ઝીલી લીધો હતો.
સુદર્શનની વહેલી વિદાય થયા બાદ કૅપ્ટન શુભમન ગિલ ચોથા નંબર પર બૅટિંગમાં આવ્યો હતો.
આ પણ વાંચો - સુદર્શન ભારતનો 317મો ટેસ્ટ ખેલાડી બન્યો…
બેન સ્ટૉક્સે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનિંગ જોડીએ લગભગ પચીસ ઓવર સારી રીતે પસાર કરી એ જોતાં સ્ટૉક્સનો નિર્ણય થોડો ભૂલભરેલો લાગ્યો હતો, પણ પછી ભારતે ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી દેતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.