ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દિનેશ કાર્તિકને સોંપી મોટી જવાબદારી , કોચિંગ સ્ટાફમાં કર્યો સામેલ
લંડન : ઈંગ્લેન્ડે ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકને મહત્ત્વની જવાબદારી સોંપી છે. તેને લગભગ નવ દિવસથી કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કાર્તિકને ઈંગ્લેન્ડ લાયન્સનો બેટિંગ ક્ધસલ્ટન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટેસ્ટ સિરીઝ માટે ભારતના પ્રવાસે આવશે. આ પહેલા ભારત-એ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે મેચ રમાવાની છે. દરમિયાન કાર્તિક ઈંગ્લેન્ડના ખેલાડીઓને બેટિંગમાં મદદ કરશે. એક રિપોર્ટ અનુસાર, કાર્તિકને ઇંગ્લેન્ડ લાયન્સનો બેટિંગ સલાહકાર બનાવવામાં આવ્યો છે. તે ઈંગ્લેન્ડના ખેલાડીઓને ભારતીય પરિસ્થિતિઓમાં બેટિંગ કરવામાં મદદ કરશે. અમદાવાદમાં ઈન્ડિયા-એ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે મેચ રમાશે. કાર્તિક ટીમના મુખ્ય કોચ નીલ કિલેન, સહાયક રિચાર્ડ ડોસન અને કાર્લ હોપક્ધિસન સાથે કામ કરશે. કાર્તિક ઈંગ્લેન્ડના ખેલાડીઓને ભારતીય પરિસ્થિતિઓમાં બેટિંગ વિશે ટિપ્સ આપશે. નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ ૨૫ જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે.