ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડ હૅટ-ટ્રિક હારની નજીક

ઍડિલેઇડ: ઇંગ્લૅન્ડ ઍડિલેઇડ (Adelaide) ઓવલ મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે ઍશિઝ સિરીઝની સતત ત્રીજી ટેસ્ટ હારવાની તૈયારીમાં છે.

આજે ચોથા દિવસની રમતને અંતે બ્રિટિશ ટીમનો બીજા દાવનો સ્કોર 435 રનના લક્ષ્યાંક સામે છ વિકેટે 207 રન હતો.
Oh my word how's the turn from Nathan Lyon #Ashes pic.twitter.com/De2R8775Cc
— cricket.com.au (@cricketcomau) December 20, 2025
સાતમા નંબરનો બૅટ્સમૅન જૅમી સ્મિથ બે રન પર અને આઠમા નંબરનો વિલ જૅક્સ 11 રન પર રમી રહ્યો હતો. ઓપનર ઝેક ક્રોવ્લીને સ્પિનર નેથન લાયને તેના 85 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. જૉ રૂટ 39 રન અને હૅરી બ્રુક 30 રન કરીને આઉટ થયો હતો. લાયને કુલ ત્રણ વિકેટ અને કેપ્ટન પૅટ કમિન્સે પણ ત્રણ વિકેટ લીધી હતી.
રવિવારના પાંચમા દિવસે કોઈ ચમત્કાર જ ઇંગ્લૅન્ડ (England)ને પરાજયથી બચાવી શકે. ઑસ્ટ્રેલિયા (Australia)એ બીજા દાવમાં ટ્રેવિસ હેડના 170 રનની મદદથી 349 રન કર્યા હતા.
ઑસ્ટ્રેલિયા આ સતત ત્રીજી ટેસ્ટ જીતીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 3-0થી વિજય સરસાઈ મેળવી શકશે.



