સ્પોર્ટસ

ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ રમતા ૧૧ દેશ વિરુદ્ધ વર્લ્ડ કપમાં હારનાર પ્રથમ દેશ બન્યો

નવી દિલ્હી:૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામેની હાર સાથે વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ૧૩મી મેચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૬૯ રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડના નામે ક્રિકેટનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ ઈતિહાસમાં ૧૧મી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા આ ટૂર્નામેન્ટમાં કોઈ ટીમને આ રીતે હાર મળી નથી. આ વર્લ્ડ કપમાં આઇસીસી ટોપ-૮ ટીમોમાંથી કોઈનું પણ આવું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું નથી. ઈંગ્લેન્ડની ટીમ વર્તમાન વર્લ્ડ કપ સિઝનમાં અત્યાર સુધી ૩ મેચ રમી છે જેમાં બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઈંગ્લેન્ડ વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ એવી ટીમ બની છે જેણે ઓછામાં ઓછા એક વખત તમામ ટેસ્ટ દેશો સામે હારનો સામનો કરવો પડ્યો હોય. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button