સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝ સામે ઇગ્લેન્ડે બીજી વન-ડેમાં છ વિકેટે મેળવી જીત

નોર્થ સાઉન્ડ (એન્ટીગા): વન-ડે વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન કર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચી હતી, ઇંગ્લેન્ડ પ્રથમ વનડે 4 વિકેટે હારી ગયું હતું. પરંતુ ઈંગ્લેન્ડે બીજી મેચમાં વાપસી કરી 6 વિકેટે જીત મેળવી હતી.

બીજી વન-ડે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે પહેલા વેસ્ટ ઈન્ડિઝને 202 રનમા ઓલઆઉટ કરી દીધું હતું અને બાદમાં ચાર વિકેટ ગુમાવી 206 રન કરી મેચ જીતી લીધી હતી.

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝને 39.4માં 202 રનમાં ઓલઆઉટ કરી દીધું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે 68 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શેરફેન રધરફોર્ડે 63 રન કર્યા હતા.
203 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડે 32.5 ઓવરમાં છ વિકેટે જીત મેળવી લીધી હતી. ફિલિપ સોલ્ટ અને વિલ જેક્સે ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 35 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. સોલ્ટ 21 રન કરી પેવેલિયન પરત ફર્યો હતો.

ત્યારબાદ 11મી ઓવરમાં જેક ક્રોલી 03 રનના અંગત સ્કોર સાથે આઉટ થયો હતો. આ પછી બેન ડકેટ 13મી ઓવરમાં 03 રન કરીને આઉટ થયો હતો. બાદમાં ઓપનર વિલ જેક્સ 72 બોલમાં 73 રન કરીને આઉટ થયો હતો.

આ પછી કેપ્ટન જોસ બટલર અને હેરી બ્રુકે પાંચમી વિકેટ માટે 78 બોલમાં અણનમ 90 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button