ENG vs NZ: ટેસ્ટ મેચ દરમિયાન દર્શકો મેદાનમાં દોડી આવ્યા, પોતાની રીતે ક્રિકેટ મેચ રમવાનું શરૂ કર્યું
ક્રાઈસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે ઈંગ્લેન્ડની ટીમ સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ (ENG vs NZ Test series) રમી રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો. લંચ બ્રેક દરમિયાન દર્શકો મેદાનમાં ક્રિકેટ રામવા ઉતરી આવ્યા હતાં.
ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ મેચની શરૂઆત આજે 28 નવેમ્બરથી થઈ હતી. પ્રથમ દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે 8 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 319 રન બનાવ્યા હતા. પહેલા દિવસે જ્યારે લંચ બ્રેકની જાહેરાત કરવામાં આવી ત્યારે થોડી જ વારમાં સેંકડો દર્શકોએ આખા મેદાન પર કબજો જમાવી લીધો.
દર્શકો ક્રિકેટ રમવા લાગ્યા:
ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લંચ બ્રેક થતા, મેચ જોવા આવેલા દર્શકોને મેદાનમાં આવવા માટે છૂટ આપવામાં આવી હતી. આ તક મળતાં જ થોડી જ વારમાં સેંકડો દર્શકોએ સમગ્ર મેદાન પર આવી ગયા હતાં. આ દરમિયાન ઘણા દર્શકો મેદાન પર ફોટો લેતા જોવા મળ્યા હતાં, જયારે ઘણા લોકોએ મેદાન પર પોતાની રીતે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. થોડા સમય માટે એવું લાગી રહ્યું હતું કે આ મેદાન ટેસ્ટ મેચ માટે નહીં પરંતુ લોકોની પિકનિક માટે છે.
લંચ બ્રેક પૂરો થતાં જ તમામ ચાહકો મેદાન છોડીને દર્શકોની ગેલેરીમાં બેસીને ટેસ્ટ મેચની મજા માણવા જતા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ વચ્ચે આવ્યા દુખદ સમાચાર, યુવા ક્રિકેટરનું નિધન થયું…
ECBએ વિડીયો શેર કર્યો:
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં ઈંગ્લેન્ડ ક્રિકેટે લખ્યું- લંચ બ્રેક દરમિયાન ચાહકોને મેદાનમાં આવવા દેવા માટે હેગલી ઓવલ તરફથી એક હૃદયસ્પર્શી પહેલ.