‘હવે SBIનું સપનું પૂરું કરો…’ વિજય માલ્યાએ RCBને અભિનંદન પાઠવ્યા, યુઝર્સે કર્યા ટ્રોલ...
સ્પોર્ટસ

‘હવે SBIનું સપનું પૂરું કરો…’ વિજય માલ્યાએ RCBને અભિનંદન પાઠવ્યા, યુઝર્સે કર્યા ટ્રોલ…

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સ(PBKS)ને 6 વિકેટે હરાવીને રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB) ચેમ્પિયન બની. IPLના 18 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ટાઈટલ જીતતા સોશિયલ મીડિયા RCBને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. એવામાં RCB ફ્રેન્ચાઇઝ માલિક વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન સંદેશ (Vijay Malya congratulate RCB) પાઠવ્યો હતો, હવે તેમની પોસ્ટ પર કટાક્ષભરી રમુજી કમેન્ટ્સ કરવામાં આવી રહી છે.

વિજય માલ્યા ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, તે હાલ યુકેમાં શરણ લઇ રહ્યો છે અને જ્યાં તેની સામે પ્રત્યાર્પણની કાર્યવાહી કરવામાં આવી રહી છે. માલ્યા પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સહીત 17 ભારતીય બેંકો સાથે 9,000 કરોડ રૂપિયાની છેતરપીંડીનો આરોપ છે.

વિજય માલ્યાની પોસ્ટ:
ગઈ કાલે RCBએ IPL ટ્રોફી જીત્યા બાદ વિજય માલ્યાએ X પર લખ્યું “આખરે 18 વર્ષ પછી RCB આઈપીએલ ચેમ્પિયન બન્યું છે. 2025ની ટુર્નામેન્ટ દરમિયાન ટીમે શાનદાર પ્રદર્શન કર્યું.” તેણે RCB ટીમને સંતુલિત ગણાવી અને શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા અને કોચ અને સપોર્ટ સ્ટાફનો તેમના પ્રયાસો બદલ આભાર માન્યો. તેણે લખ્યું “ખૂબ ખૂબ અભિનંદન! ઈ સાલા કપ નમદે!”

માલ્યાએ અન્ય એક પોસ્ટમાં લખ્યું, “જ્યારે મેં RCB ની સ્થાપના કરી, ત્યારે મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી બેંગલુરુમાં આવે.”

યુઝર્સે ટ્રોલ કર્યા:
મલ્યાના પોસ્ટ કરતાની સાથે જ યુઝર્સ તેના લોન કૌભાંડોની યાદ કરાવતી કમેન્ટ્સ કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું “SBI ના સપનાને પૂરો કરવાનો તેમનો વારો છે.” એક યુઝરે લખ્યું, “સર, ઈસી ખુશી મેં બેંગલુરુ એસબીઆઈ ઝોનલ ઓફિસ કે સામને એક-એક કિંગફિશર અલ્ટ્રા હો જાયે?”

અન્ય એક યુઝરે લખ્યું, “સર આપને લોન લેકે RCB કો ફંડ કિયા ઔર અબ ટ્રોફી બેચ કર પૈસા વાપસ કરો.” એક યુઝરે લખ્યું, “ઘર લૌટ આઓ લ્યા જી, SBI ના સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે.”

અન્ય એક યુઝરે લખ્યું “માલ્યા બેંગલુરુનું ગૌરવ છે. ચાલો SBI બેંકનું સ્વપ્ન સાકાર કરીએ, તેમના માટે પાર્ટી ગોઠવીએ અને SBI બેંકની બહાર ડાન્સ કરીએ. આપણા સપના પણ સાકાર કરીએ, માલ્યા અન્ના.”

એક યુઝરે લખ્યું, “શાનદાર! હવે, SBIનું એક સ્વપ્ન સાકાર કરવાનો તમારો વારો છે. માલ્યા સાહેબ,અમે બધા તમને અમારા ખભા પર ઉંચકીશું અને SBI ઓફિસની બહાર સાથે નાચીશું.”

SBIએ પણ કરી કમેન્ટ?
X પર એક ફોટો શેર કરવામાં આવી રહ્યો જેમાં જોવા મળે છે કે SBIના સત્તાવાર હેન્ડલ પરથી મલ્યાની પોસ્ટ કર કમેન્ટ કરવામાં આવી, કમેન્ટમાં લખવામાં આવ્યું, “સાહેબ, ભારત આવો. આપણે સાથે મળીને ઉજવણી કરીશું.” જો કે આ ફોટો એડિટેડ જણાઈ રહ્યો છે, SBIના સત્તાવાર હેન્ડલ પરથી કોઈ કમેન્ટ હાલ દેખાઈ રહી નથી.

Back to top button