સ્પોર્ટસ

બ્રેડમૅને 77 વર્ષ પહેલાં ભારતીય ઑલરાઉન્ડરને આપેલી કૅપની થશે હરાજી…

સિડનીઃ ઑસ્ટ્રેલિયાના ગ્રેઅટેસ્ટ ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમૅનની દરેક બૅગી ગ્રીન કૅપ અમૂલ્ય કહેવાય અને એમાંની એક કૅપ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શ્રીરંગા વાસુદેવ સોહોનીના પરિવાર પાસે છે અને પરિવારજનો આ કૅપ આવતા મહિને હરાજીમાં મૂકશે.

બ્રેડમૅને 1947-’48માં ભારત સામેની ટેસ્ટ સિરીઝ દરમ્યાન આ કૅપ સોહોનીને ભેટ આપી હતી. સ્વતંત્ર ભારતનો એ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસ હતો.

સામાન્ય રીતે બ્રેડમૅન તરફથી અપાયેલી ચીજોની સમયાંતરે હરાજી થતી હોય છે અથવા એની માલિકી બદલાતી હોય છે, પરંતુ સોહોનીને બ્રેડમૅને આપેલી આ કૅપ (Cap)ની માલિકી ક્યારેય નથી બદલાઈ. 75 કરતાં વધુ વર્ષથી (77 વર્ષથી) આ કૅપ સોહોની પરિવાર પાસે જ છે.

આ પણ વાંચો…સર ડૉન બ્રેડમૅન બરાબર 77 વર્ષ પહેલાં શૂન્ય પર આઉટ થયા અને 100.00ની બૅટિંગ-ઍવરેજ ચૂક્યા!

ranga sohoni

સોહોની ભારત વતી ચાર ટેસ્ટ રમ્યા હતા. તેમનું 1993માં 75 વર્ષની ઉંમરે નિધન થયું હતું. બ્રેડમૅન (Bradman)નું 2001માં 92 વર્ષની વયે દેહાંત થયું હતું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button