સ્પોર્ટસ

2026ના ફૂટબૉલ વર્લ્ડ કપ માટે 48માંથી કયા 30 દેશ ક્વૉલિફાય થઈ ગયા, જાણો છો?

લંડનઃ 2026માં યોજાનારા ફિફા (Fifa) ફૂટબૉલ વર્લ્ડ કપમાં વિક્રમજનક 48 ટીમ ભાગ લેશે અને એમાંથી લગભગ 30 ટીમ અત્યારથી જ આ વિશ્વ કપ માટે ક્વૉલિફાય (Qualify) થઈ ગઈ છે. યુરોપના દેશ ક્રોએશિયાએ શુક્રવારે ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું.

2018 વર્લ્ડ કપના રનર-અપ ક્રોએશિયાએ શુક્રવારે ફારૉ આઇલૅન્ડ્સને 3-1થી પરાજિત કરીને વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવી લીધી હતી. યુરોપ ખંડમાંથી ઇંગ્લૅન્ડ અને 2022નું રનર-અપ ફ્રાન્સ પણ ક્વૉલિફાય થઈ ગયા છે, પરંતુ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પોર્ટુગલ હજી સુધી ક્વૉલિફાય નથી થયું.

DARKREADIING

48માંથી ત્રણ દેશ (યજમાન અમેરિકા, મેક્સિકો, કૅનેડા)ને આપોઆપ 2026ના વિશ્વ કપમાં પ્રવેશ મળ્યો છે. બીજા બે દેશ વિવિધ ખંડની અંદર-અંદરની પ્લે-ઑફ સ્પર્ધામાં મોખરે આવીને વર્લ્ડ કપમાં સ્થાન મેળવશે અને બાકીના તમામ 43 દેશ સંબંધિત ખંડમાં રમાતા ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ઉપરના સ્થાને આવીને ક્વૉલિફાય થઈ રહ્યા છે. ઘણી ટીમો ક્વૉલિફાય થઈ ચૂકી છે.

કયા ખંડમાંથી કઈ ટીમ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ગઈ એની યાદી આ મુજબ છેઃ (1) યજમાન દેશો અમેરિકા, મેક્સિકો, કૅનેડા. (2) આફ્રિકામાંથી અલ્જિરિયા, કેપ વર્ડે, ઇજિપ્ત, ઘાના, આઇવરી કોસ્ટ, મોરોક્કો, સેનેગલ, સાઉથ આફ્રિકા, ટ્યૂનિશ્યા. (3) એશિયામાંથી ઇરાન, જાપાન, જોર્ડન, ઑસ્ટ્રેલિયા, કતાર, સાઉદી અરેબિયા, સાઉથ કોરિયા, ઉઝબેકિસ્તાન. (4) યુરોપમાંથી ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ક્રોએશિયા. (5) ઑસનિયામાંથી ન્યૂ ઝીલૅન્ડ. (6) દક્ષિણ અમેરિકામાંથી આર્જેન્ટિના, બ્રાઝિલ, કોલમ્બિયા, ઇક્વાડોર, પારાગ્વે, ઉરુગ્વે.

આ પણ વાંચો…1,150 ફૂટ ઊંચે આકાશમાં ફૂટબૉલનું ગ્રાઉન્ડ!: માનવામાં નથી આવતુંને? પણ, સાઉદી અરેબિયામાં…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button