BCCI સેક્રેટરી જય શાહને કેટલો પગાર ચૂકવવામાં આવે છે, જાણો છો?
Board of Control for Cricket in India (BCCI)ના સેક્રેટરી Jay Shah ફરી એક વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને એવી માનવામાં આવે છે કે આ વર્ષે યોજાનારી ICC પ્રમુખની ચૂંટણીની રેસમાં પણ જય શાહ આગળ ચાલી રહ્યા છે.
અહીંયા તમારી જાણ માટે જય શાહ છેલ્લાં ત્રણ વર્ષથી BCCIના સેક્રેટરી છે અને તેમના નેતૃત્વમાં બોર્ડમાં ઘણા બધા મહત્ત્વના અને સકારાત્મક પરિવર્તનો જોવા મળ્યા છે. હવે આ પરિસ્થિતિમાં તમને એવો સવાલ થતો હશે કે આ બધુ કરવા માટે જય શાહને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? ચાલો આજે તમને જણાવીએ કે આખરે જય શાહને દર મહિને કેટલો પગાર ચૂકવવામાં આવે છે…
તમારી જાણ માટે BCCIના સેક્રેટરી તરીકે કારભાર સંભાળવા માટે જય શાહને કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી. જી હા, માત્ર જય શાહ જ નહીં પણ BCCIના તમામ અધિકારીઓ માટે કોઈ ચોક્કસ માસિક કે વાર્ષિક પગાર કરવામાં નથી આવ્યો. પરંતુ પગારને બદલે બોર્ડના અધિકારીઓ બીજી ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સિવાય આ સભ્યોને મીટિંગમાં હાજરી આપવા, ટ્રાવેલ કરવા અને સિવાયની ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
બીસીસીઆઈએ ઓક્ટોબર, 2022ની એજીએમ બેઠક બાદ અધિકારીઓના ખર્ચ પેટે આપવામાં આવતા ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારી જાણ માટે બોર્ડના અધિકારીઓને દેશમાં કોઈપણ મીટિંગમાં હાજરી આપવા માટે દરરોજ રૂપિયા 40 હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે, જ્યારે વિદેશમાં યોજાનારી મીટિંગ માટે બોર્ડના અધિકારીઓને દરરોજના લગભગ 80 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે.
આ સિવાય દેશમાં કે વિદેશમાં દરેક અધિકારીને પ્રવાસ કરવા માટે બોર્ડ તરફથી બિઝનેસ ક્લાસની ટિકિટ આપવામાં આવે છે. આ સુવિધાઓ માત્ર BCCIના પ્રેસિડન્ટ, વાઈસ પ્રેસિડન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને કેટલાક અન્ય હાઈ લેવલ ઓફિસર્સને જ આપવામાં આવે છે.
તમારી જાણ માટે BCCIના અધિકારીઓ અન્ય બોર્ડમાં પણ કામ કરે છે અને જે રીતે જય શાહ BCCI સેક્રેટરી તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ છે. ત્યાં પણ માત્ર મીટિંગના આધારે જ ભથ્થું આપવામાં આવે છે.