સ્પોર્ટસ

ડી કે શિવકુમારની સ્પષ્ટતા, બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મેચોનું આયોજન ચાલુ રખાશે…

બેંગલુરુ: IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની ઉજવણી સમયે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 4 જૂન 2025ના રોજ દુર્ઘટના સર્જાઈ હતી. તેથી આ સ્ટેડીયમમાં આઈપીએલ મેચના આયોજન મુદ્દે અનેક ચર્ચાઓ શરુ થઈ છે. જેની બાદ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રવિવારે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું છે કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભવિષ્યમાં પણ IPLમેચોનું આયોજન કરવામાં આવશે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમો યોજાશે

આ અંગે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે હવેથી, વધુ સારું ક્રાઉડ મેનેજમેન્ટ, કડક સલામતી ધોરણો અને સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે. શિવકુમારે કહ્યું, કર્ણાટકમાં, ખાસ કરીને બેંગલુરુમાં બનેલી ઘટનાઓને કારણે અમે ખાતરી કરીશું કે આવી ઘટનાઓ ફરીથી ન બને. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમો યોજાશે જે બેંગલુરુની પ્રતિષ્ઠાને જાળવી રાખે છે. પરંતુ અમે આ કાર્યક્રમો યોગ્ય કાનૂની માળખામાં અને આ સ્ટેડિયમનો ઉપયોગ કરતી વખતે ક્રાઉડ મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપીને યોજીશું.

અમે વિકલ્પ તરીકે એક મોટું સ્ટેડિયમ વિકસાવીશું

ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, અમે વિકલ્પ તરીકે એક મોટું સ્ટેડિયમ વિકસાવીશું. આ વર્ષની ઘટના અને ત્યારબાદ ઉભી થયેલી સમસ્યાઓ પછી આઈપીએલને અન્યત્ર ખસેડવા અંગે ચર્ચા થઈ હતી. પરંતુ આઈપીએલ ક્યાંય ખસેડવામાં આવશે નહીં. અમે તેને અહીં યોજીશું. આ કર્ણાટક અને બેંગલુરુનું ગૌરવ છે અને અમે તેનું રક્ષણ કરીશું. તેમજ જે પણ જરૂરી સુવિધા અને પગલાની જરૂર હશે તેની પર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button