ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં ઈન્ડિયન ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant)એ મેદાન પર આવતા જ તરખરાટ મચાવી દીધો હતો. પરંતુ શું તમને ખબર છે કે આ મેચમાં રિષભ પંતે ટીમ ઈન્ડિયા સાથે ચીટિંગ કરી હતી? ચોંકી ગયા ને? ચાલો તમને જણાવીએ રિષભ પંતની આ ચાલાકી વિશે…
આ પણ વાંચો: IND vs BAN 1St Test: ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, 92 વર્ષમાં પહેલીવાર આવું બન્યું
સોશિયલ મીડિયા પર રિષભ પંતનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે બેટિંગ તો ટીમ ઈન્ડિયા તરફથી કરી રહ્યો છે, પણ તેણે બાંગ્લા દેશ માટે ફિલ્ડિંગ પણ સેટ કરી હતી. કન્ફ્યુઝન થઈ ગયું કે ને ભાઈ માંઝરો શું છે? ટીમ ઈન્ડિયાનો ખેલાડી બાંગ્લાદેશ માટે ફિલ્ડિંગ કેમ ગોઠવે?
વાત જાણે એમ છે કે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રિષભ પંત અને શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યા હતા અને એ સમયે ટીમ ઈન્ડિયાના વિકેટ કિપર રિષભ પંત બાંગ્લાદેશ માટે ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો. વાઈરલ વીડિયોમાં રિષભ બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શંટોને ક્યાં ક્યાં ફિલ્ડર્સ લગાવવા છે એનો સૂઝાવ આપ્યો. રિષભે શંટોને કહ્યું કે ભાઈ ઈધર… ઈધર એક ફિલ્ડર ઈધર ભી આયેલા મિડ વિકેટ પર… મજાની વાત તો એ છે કે શંટોએ પણ રિષભની વાત માનીને એ જગ્યા પર ફિલ્ડર ગોઠવી હતી.
આ પણ વાંચો: IND vs BAN: બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત, ઈશાન કિશન, રુતુરાજ અને શ્રેયસને ફરી નિરાશા મળી
ફેન્સ આ વાઈરલ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે અને રિષભની સ્પોર્ટ્સમેન સ્પિરીટના વખાણ કરી રહ્યા છે. આ સિવાય રિષભ અને કુલદીપ યાદવનો પણ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બંનેની મજેદાર વાતો સાંભળવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિષભે અનેક વખત ટીમ ઈન્ડિયા માટે દમદાર પ્રદર્શન કર્યું છે અને આ મેચમાં પણ તેનું પાવરપેક પર્ફોર્મન્સ જોવા મળ્યું હતું.