સ્પોર્ટસ

ટાઈટલ જીત્યા બાદ તરત જ RCB ટીમના વેચાણની તૈયારી! જાણો કેટલી હોઈ શકે છે કિંમત?

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 18 વર્ષના ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ આ વર્ષે પહેલીવાર ટાઈટલ જીત્યું. ટીમના ચાહકો હજુ પણ ઉજવણી કરી રહ્યા છે, એવામાં અહેવાલ છે ફ્રેન્ચાઈઝ RCBની ટીમ વેચવાનું વિચારી રહ્યા છે.

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ કંપની ડિયાજીઓ પીએલસી (Diageo Plc) એ RCBની સંપૂર્ણ અથવા આંશિક માલિકી વેચવા વિશે વિચારી રહી છે. ડિયાજીઓ તેની ભારતીય કંપની, યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ મારફતે RCBની માલિકી ધરાવે છે.

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, કંપની 2 અબજ ડોલર (₹17,000 કરોડ) સુધીનો ભાવ જાહેર કરી શકે છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નાથી. અહેવાલ મુજબ વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે, અને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ટીમ વેચવાની શક્યતાના અહેવાલ જાહેર થતા બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)માં યુનાઈટેડ સ્પિરિટ્સના શેરના ભાવમાં ૩.૩%નો વધારો થયો છે.

આ કારણે ટીમ વેચવા પર વિચાર:

અહેવાલ મુજબ ભારતના આરોગ્ય મંત્રાલએ ક્રિકેટ મારફતે તમાકુ અને દારૂના પ્રચારને રોકવા માટે પ્રેશર વધાર્યું છે. દારૂની જાહેરાતો પર અગાઉથી પ્રતિબંધ હોવા છતાં, ડિયાજીઓ જેવી કંપનીઓ ટોચના ખેલાડીઓનો સાથે તેમના સોફ્ટ ડ્રિંક્સની જાહેરાત કરે છે, જે આડકતરી રીતે તેમના આલ્કોહોલિક ડ્રીંકની જાહેરાત હોય છે.

આ પણ વાંચો -‏‏‎ જે કામ બીસીસીઆઈએ નથી કર્યું એ ઑસ્ટ્રેલિયા કરશે, વિરાટ-રોહિતને આપશે ફેરવેલ

સૌ પ્રથમ વિજય માલ્યાએ ખરીદી હતી ટીમ:

અગાઉ RCB વિજય માલ્યાની માલિકી હેઠળ હતી. યુનાઇટેડ બ્રુઅરીઝ ગ્રુપ અને યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL) ના તત્કાલીન ચેરમેન માલ્યાએ વર્ષ 2008 માં IPL ની શરૂઆતની હરાજી દરમિયાન RCB ફ્રેન્ચાઇઝીને $111.6 મિલિયનમાં ખરીદી હતી. 2016માં કાનૂની અને નાણાકીય મુશ્કેલી બાદ માલ્યાએ ટીમની માલિકી છોડી હતી. ત્યારબાદ, ડિયાજિયોએ 2016 માં ટીમ ટેકઓવર કરી હતી.
(મુંબઈ સમાચાર આ અહેવાલની ખરાઈ કરતુ નથી.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button