સ્પોર્ટસ
ધ્યાનચંદ અવૉર્ડ હવેથી અર્જુન લાઇફટાઇમ તરીકે ઓળખાશે
નવી દિલ્હી: ખેલકૂદ મંત્રાલયે કરેલી જાહેરાત મુજબ ધ્યાનચંદ લાઇફટાઇમ અચિવમેન્ટ અવૉર્ડ હવેથી અર્જુન લાઇફટાઇમ અવૉર્ડ તરીકે ઓળખાશે.
દેશમાં વિવિધ પ્રકારની રમતોમાં શ્રેષ્ઠ પર્ફોર્મ કરનારાઓની સિદ્ધિને તર્કબદ્ધ કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હૉકી લેજન્ડ મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં 2002માં ધ્યાનચંદ લાઇફટાઇમ અવૉર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ પુરસ્કાર ઑલિમ્પિક ગેમ્સ, પૅરાલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થ ગેમ્સમાં બેસ્ટ પર્ફોર્મ કરનારાઓને આપવામાં આવે છે.
ખેલો ઇન્ડિયા સ્કીમને વધુ પ્રચલિત કરવા તેમ જ એમાં ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કરવા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાંના એકંદર ટૉપ પર્ફોર્મન્સ માટે યુનિવર્સિટીને મૌલાના અબ્દુલ કલામ આઝાદ (એમએકેએ) ટ્રોફી આપવામાં આવશે.
વર્ષ 2024ના રાષ્ટ્રીય ખેલકૂદ પુરસ્કાર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે.