મનોરંજનસ્પોર્ટસ

ધોની અને પત્ની સાક્ષીનો ઋષિકેશમાં પહાડી ડાન્સ, વીડિયો વાઇરલ થયો છે…

ઋષિકેશઃ કૅપ્ટન કૂલ’ મહેન્દ્રસિંહ ધોનીએ તાજેતરમાં પત્ની સાક્ષી સાથે ઋષિકેશમાં પહાડી ડાન્સ કરીને સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ધોનીએ તેના હળવા અંદાજમાં, પરંતુ ખૂબ ઉત્સાહપૂર્વક આ પરંપરાગત ડાન્સ કર્યો હતો. તે પરિવાર સાથે આ ઇવેન્ટ એન્જૉય કરી રહ્યો હતો એના વીડિયોમાં તેમની પાછળ હોટેલની ઇમારત નજરે પડતી હતી. કરોડો ક્રિકેટપ્રેમીઓએ ધોનીને મેદાન પર વિકેટકીપિંગ અને બૅટિંગમાં કમાલ કરતો તેમ જ કૅપ્ટન્સીના દાવપેચ રમતો જોયો છે, પણ પહાડી નૃત્યની તેની આવડત જોતાં કહી શકાય કે થોડા સમયમાં તે ગુજરાતીઓ વચ્ચે ગરબા રમતો જોવા મળે તો પણ નવાઈ નહીં લાગે.

આ પણ વાંચો : વિશ્વનો સૌથી શ્રીમંત ભારતીય ક્રિકેટર’ માત્ર બાવીસ વર્ષની ઉંમરે નિવૃત્ત’…

મુફદ્દલ વોહરા નામના જાણીતા ખેલકૂદપ્રેમીએ એક્સ (ટવિટર) પર આ ઇવેન્ટનો વીડિયો શૅર કર્યો છે. તેમણે વીડિયો શૅર કર્યો અને જોત જોતાંમાં આ વીડિયોને 81,000 વ્યૂઝ મળ્યા હતા. ઘણા વ્યૂઅરે કમેન્ટ પણ લખી હતી. એક યુઝરે લખ્યું,ધોનીને આ જ કારણસર તો સ્પેશિયલ કહેવામાં આવે છે. તેની વિનમ્રતા અને સૌમ્યતા લાજવાબ છે.

આ પણ વાંચો : ચૅમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં દાઉદનું નામ કેમ? ભારતને `ધમકી’, ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટને ઝેર ઓક્યું…

બીજા એક યુઝરે એક્સ પર લખ્યું, ખરેખર, ધોની યુવા વર્ગ માટે બહુ મોટી પ્રેરણા છે.’ અન્ય એક ધોની પ્રેમીએ લખ્યું, કૅપ્ટન કૂલ જીવનમાં દરેક રીતે કૂલ છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button