ધોનીએ કોહલીને પોતાના ઘરે જમાડ્યો અને પછી…

રાંચી: સમગ્ર ક્રિકેટ જગતમાં કેપ્ટન- વિકેટકીપર-બૅટ્સમૅન તરીકેની એકસાથે ત્રણ મોટી જવાબદારી સંભાળી ચૂકેલા ખેલાડીઓમાં શહેનશાહ ગણાતા મહેન્દ્રસિંહ ધોની અને બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી વચ્ચેની મેદાન પરની મિત્રતાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ, પરંતુ તેમની વચ્ચેની ગાઢ દોસ્તીની એક ઝલક મેદાન બહાર પણ જોવા મળી છે.
કોહલી ગુરુવારે લંડનથી ભારત આવ્યા બાદ સીધો રાંચી પહોંચી ગયો હતો. તે રવિવાર, 30મી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે રમાનારી પ્રથમ વન-ડે (ODI)માં રમવા ખૂબ ઉત્સાહિત છે, પરંતુ એ પહેલાં તેણે રાંચીમાં રહેતા તેના ગુરુ અને ગાઢ મિત્ર એમએસ ધોનીને મળવાનું પસંદ કર્યું હતું. જોકે ખુદ ધોની (Dhoni)એ કોહલી (Kohli)ને પોતાના નિવાસસ્થાને (રાંચીના ફાર્મ હાઉસમાં) ડિનર માટે આમંત્રિત કર્યો હતો.
ગુરુવારથી એક વીડિયો વાઈરલ થયો છે જેમાં ખુદ ધોની પોતાની કારમાં વિરાટને ટીમની હૉટલ સુધી ડ્રોપ કરવા માટે જઈ રહેલો દેખાય છે.
ગુરુ-શિષ્યની જોડી ધોની-કોહલીને એક સાથે કારમાં જોઈને આસપાસ ઊભેલા ક્રિકેટપ્રેમીઓએ ચીસો પાડીને બંનેને ચિયર-અપ કર્યું હતું.
વન-ડે સિરીઝ માટેની ભારતીય ટીમ:
કે. એલ. રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, નીતીશકુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહ.



