ધોની-હાર્દિકથી લઈને ઇશાન કિશન સુધી, જાણો કેટલા ક્રિકેટર્સ અનંત-રાધિકાના લગ્નમાં હાજર રહ્યા!
મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વાતો મહિનાઓથી ચાલતી હતી અને છેવટે તેમના મૅરેજનો દિવસ આવી ગયો અને એમાં ઉપસ્થિત અસંખ્ય સેલિબ્રિટીઝમાં જાણીતા ક્રિકેટર્સનો પણ સમાવેશ હતો.
જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટરના આ ભવ્ય લગ્ન સમારોહમાં ભારતીય ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી તથા પુત્રી ઝિવા સાથે અનંત-રાધિકાના લગ્નમાં ઉપસ્થિત હતો.
ઑલરાઉન્ડર બંધુઓ હાર્દિક પંડ્યા તથા તેનો મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ પણ લગ્નમાં હાજરી આપી. કૃણાલ પંડ્યા પત્ની પંખૂડી સાથે આવ્યો હતો. પંડ્યા બંધુઓ સાથે વિકેટકીપર-બૅટર ઇશાન કિશન પણ હતો. તેમના ડ્રેસ આકર્ષક હતા, પરંતુ હાર્દિક પારદર્શક કુર્તા પહેરીને આવ્યો હોવાથી ચર્ચામાં હતો. તેની સાથે સર્બિયાની ઍક્ટ્રેસ-પત્ની નતાશા સ્ટૅન્કોવિચ નહોતી એટલે સમારોહમાંના અમુક મહેમાનોના મનમાં હાર્દિક-નતાશા વિશે અટકળો થઈ જ હશે.
આ વખતની આઇપીએલ હાર્દિક માટે સારી નહોતી, પણ ત્યાર બાદ ટી-20 વર્લ્ડ કપમાં તે સારું રમ્યો હતો અને 29મી જૂને સાઉથ આફ્રિકા સામેની ફાઇનલની 20મી ઓવરમાં ભારતને જિતાડીને છવાઈ ગયો હતો.
તમામ ખેલાડીઓ સંગીત સેરેમનીમાં પણ હાજર રહ્યા હતા.
ઇશાન કિશનને થોડા મહિનાઓથી ભારતીય ટીમમાં જગ્યા નથી મળતી.
1983 વિશ્ર્વ કપના ચૅમ્પિયન બૅટર કે. શ્રીકાંત પત્ની વિદ્યા સાથે અનંત-રાધિકાના લગ્ન સમારંભમાં આવ્યા હતા.
ડબ્લ્યૂડબ્લ્યૂઇના રેસલર જૉન સીના અલગ અંદાજમાં આ સમારંભમાં જોવા મળ્યા હતા.
ફિફાના પ્રમુખ ઇન્ફેટિનોને પણ સમારંભમાં આવવાનું આમંત્રણ હતું. તેઓ પત્ની લીના સાથે આવ્યા હતા.