IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ધોની (Dhoni)ની આજે ફેરવેલ મેચ?: મેઘરાજા CSK VS RCB ના મુકાબલામાં બાજી બગાડી શકે

Bengaluru: IPL-2024ના આજે કવોર્ટર ફાઈનલ જેવા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચે (મેઘરાજા વિઘ્ન ઊભા નહીં કરે તો) જોવાજેવી જોરદાર ટક્કર થશે. એમએસ ધોનીની આ કદાચ છેલ્લી આઈપીએલ ટૂર્નામેન્ટ છે. આજે ચેન્નઈ હારશે અને પ્લે-ઓફની રેસમાંથી બહાર થશે તો ધોનીની આ અંતિમ અને ફેરવેલ મેચ કહી શકાશે.


જોકે ચેન્નઈને પ્લે-ઓફમાં દાખલ થવા એક વિજય અથવા એક જ પોઇન્ટની જરૂર છે. આરસીબીએ સારા એવા માર્જિનથી આ મેચ જીતવી પડે.
બેંગલુરુમાં આજે વરસાદ પડવાની 78 ટકા આગાહી છે. ધોનીની જો આજે છેલ્લી મેચ હશે તો તેના અને વિરાટ કોહલી વચ્ચેનો આ છેલ્લો મુકાબલો બની રહેશે.
ધોની માટે આરસીબી સૌથી ફેવરિટ ટીમ છે. એમ. ચિન્નાસ્વામીના હોમ ગ્રાઉન્ડમાં આરસીબી સામે ધોનીએ 82.6ની એવરેજે કુલ 413 રન બનાવ્યા છે.
ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આ સીઝનમાં 71.0ની બૅટિંગ-સરેરાશ છે જે આ સીઝનના તમામ ઓપનર્સમાં બેસ્ટ એવરેજ છે.

આરસીબીની ટીમ છેલ્લી પાંચ મેચ જીતીને ચેન્નઈ સામે રમવા આવી છે, પરંતુ તેમની સામેના છેલ્લા પાંચ મુકાબલામાંથી એક જ મેચમાં આરસીબીનો વિજય થયો છે.
બીજું, હેડ-ટૂ-હેડ ટક્કરમાં આઈપીએલના ઇતિહાસમાં સીએસકે સામે આરસીબી ફક્ત 31% મેચ જીતી શકી છે. કુલ 32માંથી 21 મૅચ સીએસકેએ અને 10 મૅચ આરસીબીએ જીતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button