મનોરંજનસ્પોર્ટસ

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા ડિવોર્સ લે તો મિલકતનું વિભાજન કેવી રીતે કરશે….

લો ભાઈ, હાર્દિક પંડ્યા પછી વધુ એક ક્રિકેટર છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાના સ્પિન યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા એકબીજા સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધનશ્રી અને ચહલ વચ્ચે લાંબા સમયથી સંબંધો સારા નથી ચાલી રહ્યા. ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે છેલ્લા કેટલાક મહિનામાં એકબીજા સાથે પોસ્ટ શેર કરવાનું લગભગ બંધ કરી દીધું છે. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે અને તમામ ફોટા અને વીડિયો ડિલીટ કરી દીધા છે. ધનશ્રી વર્માની પ્રોફાઇલમાં હજુ પણ યુઝવેન્દ્ર ચહલ સાથેના કેટલાક જૂના ફોટા છે, પણ તેણે પણ આ બબાતે ચૂપકીદી સેવી લીધી છે. ચહલ અને ધનશ્રીની નજીકના વ્યક્તિએ પુષ્ટિ કરી છે કે કપલ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે. સાથે જ બંને જલ્દી આ વાતને ઓફિશિયલ કરશે. આ બાબતે હવે બંને વચ્ચે પ્રોબ્લેમ શું છે અને પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે એ લોકો જાણવા માગે છે.

જો ચહલ-ધનશ્રીના છૂટાછેડા થશે તો પ્રોપર્ટીનો મુદ્દો પણ સામે આવી શકે છે.લોકોને એ જાણવામાં પણ રસ છે કે ડિવોર્સ બાદ બંનેની પ્રોપર્ટીનું વિભાજન કેવી રીતે થશે, કારણ કે બંને જણ આર્થિક રીતે ઘણા મજબૂત છે. બંને સારી કમાણી કરે છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી બંને આર્થિક રીતે મજબૂત છે. ચહલ ક્રિકેટ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ સારી કમાણી કરી લે છે. એવી જ રીતે ધનશ્રી વર્મા પણ સારી ડાન્સર અને વ્યવસાયે કોરિયોગ્રાફર છે. તેની કમાણી પણ સારી છએ તેથી, છૂટાછેડાના કેસોમાં મિલકતનું વિભાજન કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે. જો છૂટાછેડા થાય તો પણ તે ધનશ્રી પર નિર્ભર રહેશે કે તેને ચહલની મિલકતમાં હિસ્સો જોઈએ છે કે નહીં. જો તે ઈચ્છે તો આ અંગે કોર્ટનો સંપર્ક કરી શકે છે. જોકે, હાલમાં જ હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેન્કોવિકના ડિવોર્સ થયા હતા, એમાં પણ પ્રોપર્ટીનો કોઇ મુદ્દો આવ્યો નહોતો, કારણ કે બંને જણ પોતપોતાની રીતે સારું કમાય છે અને આર્થિક રીતે બીજા પર નિર્ભર નથી. તેઓ પોતાનું તથા બાળકનું ભરણપોષણ સારી રીતે કરી શકે છે.

એકબીજાને અનફોલો કર્યા પછી અને છૂટાછેડાની વાતો વચ્ચે, યુઝવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ચહલે પોતાના દિલથી લખ્યું છે, જેને વાંચીને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ચહલે આ પોસ્ટ ધનશ્રી માટે જ લખી હોઇ શકે છે. યુઝવેન્દ્ર ચહલે આ રહસ્યમય પોસ્ટમાં શું લખ્યું?

ચહલે આ પોસ્ટમાં લખ્યું છે કે , ‘સખત મહેનત લોકોના પાત્ર પર પ્રકાશ પાડે છે. તમે તમારી મુસાફરી જાણો છો. તમે તમારી પીડા જાણો છો. તમે જાણો છો કે તમે અહીં આવવા માટે શું શું કર્યું છે. દુનિયા જાણે છે. તમે મજબૂત ઊભા છો. તમે અહીં સુધી પહોંચવા માટે કેટલો પરસેવો પાડ્યો છે.

કપલની નજીકના એક સૂત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ કપલ છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ રહે છે અને તેમનું અલગ થવું લગભગ નક્કી છે. ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. તાજેતરમાં, તે કપલની વેડિંગ એનિવર્સરી હતી પરંતુ બંનેમાંથી કોઈએ સોશિયલ મીડિયા પર એકબીજા માટે કોઈ પોસ્ટ શેર કરી નહોતી. આ કપલના અલગ થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ અહેવાલો આવી રહ્યા છે કે બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે.

આ પણ વાંચો…ખુલ્લા વાળ, કજરાલી આંખો….રવિના ટંડન-2ના સ્ટાઇલે લાખોના દિલ જીતી લીધા

How will Yuzvendra Chahal-Dhanashree Verma divide their property if they get divorced?

યુઝવેન્દ્ર અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ સૌથી પહેલા વર્ષ 2023માં ફેલાઈ હતી. એ સમયે ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેના નામમાંથી ‘ચહલ’ અટક હટાવી દીધી હતી. આ પછી, કપલના છૂટાછેડાની અટકળો શરૂ થઈ. પરંતુ યુઝવેન્દ્રએ એક નોટ પોસ્ટ કરી હતી અને અલગ થવાના સમાચારને અફવા ગણાવી હતી. ચહલે તેના ચાહકોને જવાબદાર બનવા અને ધનશ્રી સાથેના તેના સંબંધોને લગતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને લોકોને અફવાઓ ન ફેલાવવા માટે પણ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button