નેશનલસ્પોર્ટસ

પુણે ટેસ્ટમાં કૉન્વે અડીખમ, પણ અશ્વિન અસરદાર

લંચ વખતે કિવીઓના બે વિકેટે 92 રન

પુણે: ભારત સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસે ન્યૂ ઝીલેન્ડે પ્રથમ દાવમાં લંચ સુધીમાં બે વિકેટે 92 રન બનાવ્યા હતા. ઓપનર ડેવોન કૉન્વે 108 બૉલમાં 47 રન બનાવીને ક્રીઝ પર અડીખમ ઊભો હતો જોકે ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કેપ્ટન ટોમ લેથમ (15 રન) અને વિલ યંગ (18 રન)ની વિકેટ લઈને કિવીઓને ચેતવણી આપી દીધી હતી કે આ મેચમાં તેઓ ભારતીય સ્પિનરોની જાળમાંથી છટકી નહીં શકે.

લંચના બ્રેક વખતે કૉન્વેની સાથે બેંગલુરુ ટેસ્ટનો સેન્ચુરિયન ઓલરાઉન્ડર રાચિન રવીન્દ્ર પાંચ રને રમી રહ્યો હતો. કૉન્વે લંચની થોડી ક્ષણો પહેલાં અશ્વિનના એક બૉલમાં આઉટ થતા બચી ગયો હતો.

પેસ બોલર આકાશ દીપની ત્રણ ઓવરમાં 20 રન થયા હતા અને તેને એકેય વિકેટ નહોતી મળી.

જસપ્રીત બુમરાહ (4-2-10-0), વૉશિંગ્ટન સુંદર (7-3-11-0) તથા રવીન્દ્ર જાડેજા (5-0-13-0)ને એક પણ વિકેટ નહોતી મળી, પરંતુ તેમણે બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા.

આ પણ વાંચો…..IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડે ટોસ જીતી કર્યો આ નિર્ણય, ભારતીય ટીમમાં ૩ મોટા બદલાવ

એ પહેલાં, ન્યૂ ઝીલેન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી.

પુણેની ડ્રાય પિચ પર અશ્વિને પોતાના પાંચમા જ બૉલમાં વિકેટ લીધી હતી.

ભારતે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને કુલદીપ યાદવને ડ્રોપ કરવામાં આવ્યા છે. શુભમન ગિલ, આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker