બીસીસીઆઇએ દિલ્હીની મૅચો અચાનક કેમ મુંબઈમાં રાખી દીધી?

નવી દિલ્હીઃ દિલ્હીમાં હવામાં પ્રદૂષણ (POLLUTION)નું પ્રમાણ હદ બહાર વધી ગયું હોવાથી બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ આઠ ટીમ વચ્ચેની અન્ડર-23 વન-ડે ટૂર્નામેન્ટની નૉકઆઉટ મૅચો દિલ્હીમાંથી પાછી ખેંચી લઈને મુંબઈમાં રાખી દેવી પડી છે.
આ મૅચો મૂળ સમયપત્રક મુજબ દિલ્હીમાં રમાવાની હતી, પણ હવે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) 25મી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી રમાનારી આ મૅચોનું યજમાન બનશે.
આ પણ વાંચો : દિલ્હીમાં વધતી ઠંડી વચ્ચે પ્રદૂષણનો કહેર, 38 વિસ્તારમાં AQI ભયજનક સપાટી પર યથાવત્…

આ પણ વાંચો : દિલ્હી-NCRમાં પ્રદૂષણ વચ્ચે ધુમ્મસ, UP-બિહારમાં કોલ્ડ વેવની આપી હવામાન વિભાગે આગાહી
દિલ્હીમાં હાલમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ' અને અત્યંત ખરાબ’ કૅટેગરીની વચ્ચે રહે છે. પાટનગરમાં અમુક વિસ્તારોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ) 400 સુધી પહોંચી ગયો છે. આ ડૅટા સેન્ટ્રલ પૉલ્યૂશન ક્નટ્રોલ બોર્ડ તરફથી મળ્યા છે. અર્થ સાયન્સિઝ મંત્રાલયની ઍર ક્વૉલિટી અર્લી વૉર્નિંગ સિસ્ટમની આગાહી મુજબ રાજધાનીમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધવાની સંભાવના છે.
સુપ્રીમ કોર્ટે પાટનગરમાં આઉટડૉર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ થોડો સમય ટાળવાની સલાહ આપી હોવાથી બીસીસીઆઇએ દિલ્હીમાં ડોમેસ્ટિક મૅચો રાખવા વિશે સમીક્ષા કરવી પડી છે. બીસીસીઆઇએ મૅચો રાખવા સંબંધમાં એમસીએને મેદાનો તૈયાર રાખવા અગાઉથી જ સૂચિત કરી દીધું હતું અને એમસીએ એ મુજબ કાર્યરત છે.



