સ્પોર્ટસ

ઝિમ્બાબ્વેને હરાવતાં જ ભારતે એવો અનોખો રેકૉર્ડ કર્યો જે બીજો કોઈ દેશ નથી કરી શક્યો

હરારે: ટી-20માં ભારતે જૂન મહિનાના અંતે બીજી વાર ટી-20 વર્લ્ડ કપ જીતીને અપ્રતિમ સિદ્ધિ મેળવી અને બીજા અઠવાડિયે ઝિમ્બાબ્વે સામે સિરીઝની પહેલી જ ટી-20માં પરાજિત થતાં નામોશી જોવી પડી. જોકે હરારેમાં શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારતની ‘બી’ ટીમ હવે પૂરબહારમાં ખીલી અને જોરદાર વાપસી સાથે ઉપરાઉપરી બે મૅચ જીતીને 2-1થી સરસાઈ લઈ લીધી છે. એટલું જ નહીં, નવો કીર્તિમાન પણ સ્થાપિત કર્યો છે.

ટી-20 ઇન્ટરનૅશનલમાં 150મી મૅચ જીતનાર ભારત પહેલો જ દેશ બન્યો છે. બીજા નંબરે પાકિસ્તાન છે જેણે 142 ટી-20 મૅચમાં વિજય મેળવ્યો છે.

જોકે ખૂબીની વાત એ છે કે ભારતે 150 મૅચની જીત પાકિસ્તાન કરતાં ઓછી મૅચ રમીને મેળવી છે.
ભારતે 2006માં ટી-20 રમવાની શરૂઆત કરી હતી. વીરેન્દર સેહવાગ ત્યારે ભારતનો કૅપ્ટન હતો અને એ પ્રથમ મૅચ સાઉથ આફ્રિકા સામે રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો.

ભારતે 2006થી માંડીને અત્યાર સુધીમાં 230 ટી-20માંથી 150 મૅચમાં વિજય મેળવ્યો છે. 69 મૅચમાં ભારત હાર્યું છે અને છ મૅચ અનિર્ણીત રહી છે. પાંચ મૅચ ટાઇ પણ રહી છે. 2007ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે પહેલા જ મુકાબલામાં પાકિસ્તાનને બૉલઆઉટમાં હરાવ્યું હતું એ વિજય આ 150 જીતમાં સામેલ નથી.

પાકિસ્તાન અત્યાર સુધીમાં 245 ટી-20 મૅચ રમ્યું છે જેમાંથી 142માં એણે વિજય મેળવ્યો છે. 92 મૅચમાં પાકિસ્તાન હાર્યું છે, સાત મૅચ અનિર્ણીત રહી છે અને ચાર મૅચ ટાઇમાં પરિણમી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…