આ મહિલા ભારતીય બોલર વર્લ્ડ નંબર-વન બોલર બનવાની તૈયારીમાં છે!

દુબઈઃ આઇસીસી (ICC)એ ટી-20ની મહિલા ક્રિકેટરોના નવા રૅન્કિંગ બહાર પાડ્યા છે જે મુજબ સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (DEEPTI SHARMA) બોલર્સના રૅન્કિંગમાં બીજા નંબર પર આવી ગઈ છે અને હવે નંબર-વનના ક્રમથી બહુ દૂર નથી. તે થોડા જ દિવસમાં પહેલી વાર આ કૅટેગરીના રૅન્કિંગ (RANKINGS)માં મોખરે જોવા મળી શકે.
પાકિસ્તાનની સાદિયા ઇકબાલ ટી-20ના બોલર્સના રૅન્કિંગમાં નંબર વન છે. તેના નામે 746 રેટિંગ (RATING) પૉઇન્ટ છે અને દીપ્તિ શર્મા 738ના રૅટિંગ સાથે તેનાથી ફક્ત આઠ પૉઇન્ટ પાછળ છે. ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડ 736 પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
આપણ વાંચો: IND vs END Test: બુમરાહે રચ્યો ઇતિહાસ: ટેસ્ટમાં પહેલી વાર ભારતીય ફાસ્ટ બોલર બન્યો વર્લ્ડ નંબર-વન
મૂળ ઉત્તર પ્રદેશની 27 વર્ષની દીપ્તિ શર્મા છ વર્ષથી ટી-20 બોલર્સમાં ટૉપ-10માં છે, પણ ક્યારેય સર્વોચ્ચ સ્થાને નથી પહોંચી શકી. દીપ્તિ ઑસ્ટ્રેલિયાની ઍનાબેલને હટાવીને બીજા નંબર પર આવી ગઈ છે.
ભારતની પેસ બોલર અરુંધતી રેડ્ડીએ પણ ટી-20 બોલર્સના રૅન્કિંગમાં પ્રગતિ કરી છે. તે 11 ક્રમની છલાંગ લગાવીને 43મા સ્થાને આવી ગઈ છે.