સ્પોર્ટસ

ભારતની આ પીઢ બોલરે એક વિકેટ લીધી એટલે પહેલી વખત બની ગઈ વર્લ્ડ નંબર-વન!

દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટી-20 મહિલા બોલિંગના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ સ્પિનર દીપ્તિ શર્મા (Deepti Sharma) પહેલી જ વખત વર્લ્ડ નંબર-વન બની છે.

નવાઈની વાત એ છે કે ઑફ-સ્પિનર દીપ્તિએ રવિવારે વિશાખાપટનમમાં 20 રનમાં એક વિકેટ લીધી હતી. જોકે એ પર્ફોર્મન્સ તેને નંબર-વનની રૅન્ક પર પહોંચાડવા માટે પૂરતો હતો.

આપણ વાચો: બ્લાઇન્ડ ક્રિકેટમાં ભારતની મહિલા ક્રિકેટરોએ રચ્યો ઇતિહાસ…

28 વર્ષીય દીપ્તિએ નંબર-વનના સ્થાનેથી ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર ઍનાબેલ સધરલૅન્ડને હટાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેના 837 પૉઇન્ટ છે ઍનાબેલથી એક પૉઇન્ટ આગળ થઈ ગઈ છે.

ઍનાબેલના 836 પૉઇન્ટ છે. ભારતની જ પેસ બોલર અરુંધતી રેડ્ડી પાંચ ક્રમ આગળ આવીને હવે 36મા નંબર પર છે, જ્યારે સ્પિનર શ્રી ચરની 19 પૉઇન્ટનો કૂદકો લગાવીને 69મા ક્રમ પર આવી ગઈ છે.

આપણ વાચો: ભારતની મહિલાઓએ બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં વિસ્ફોટક બૅટિંગ સાથે પાકિસ્તાનને પછાડ્યું

ટી-20 બૅટિંગમાં ભારતની રવિવારની શ્રીલંકા સામેની પ્લેયર ઑફ ધ મૅચ જેમાઇમા રૉડ્રિગ્સ (44 બૉલમાં અણનમ 69) પાંચ ક્રમના જમ્પ સાથે નવમા નંબર પર આવી ગઈ છે, જ્યારે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના આ લિસ્ટમાં હજી પણ મોખરાની ભારતીય છે. તે ત્રીજા સ્થાને છે. શેફાલી વર્મા એક ક્રમ નીચે ઊતરીને હવે 10મા સ્થાને છે.

વન-ડેના બૅટિંગ ક્રમાંકોમાં સાઉથ આફ્રિકાની લૉરા વૉલવાર્ટે સ્મૃતિ મંધાનાની પ્રથમ રૅન્ક આંચકી લીધી છે. વૉલવાર્ટના 820 રેટિંગ પૉઇન્ટ છે, જ્યારે સ્મૃતિના નામે 811 પૉઇન્ટ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button