તીરંદાજી વર્લ્ડ કપની ફાઇનલમાં દીપિકા કુમારીએ સિલ્વર મેડલ જીત્યો…
ટિલેક્સકલા (મેક્સિકો): ભારતની ટોચની મહિલા રિકર્વ તીરંદાજ દીપિકા કુમારીએ વર્લ્ડ કપ ફાઇનલમાં તેનો પાંચમો સિલ્વર મેડલ જીત્યો હતો. તે ફાઇનલમાં ચીનની લી જિયામૈન સામે 0.6થી હારી ગઈ હતી. ચાર વખતની ઓલિમ્પિયન દીપિકા ડિસેમ્બર 2022માં તેની પુત્રીના જન્મ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પરત ફરી હતી. દીપિકાને આઠ તીરંદાજોમાં ત્રીજો ક્રમ મળ્યો હતો.
આ પણ વાંચો : IPL ના ફેન્સ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
દીપિકાને સેમિફાઈનલ સુધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહોતો, પરંતુ ગોલ્ડ મેડલ મેચમાં તે જિયામૈન સામે હારી ગઈ હતી, જેણે પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. દીપિકા નવમી વખત વર્લ્ડ કપ ફાઈનલ રમી રહી હતી. ભારત માટે ફક્ત માત્ર ડોલા બેનર્જી જ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 2007માં દુબઈમાં પ્રથમ સ્થાને રહી હતી.
પુરુષોની રિકર્વ કેટેગરીમાં ધીરજ બોમ્માદેવરા 4. 2થી આગળ હોવા છતાં તે પ્રથમ રાઉન્ડમાં પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા દક્ષિણ કોરિયાના લી વૂ સીઓક સામે હારી ગયો હતો. પાંચ સભ્યોની ભારતીય ટુકડીમાં ત્રણ કમ્પાઉન્ડ અને બે રિકર્વ તીરંદાજોનો સમાવેશ થાય છે. ભારતને માત્ર એક મેડલ જીત્યો હતો.
સેમિફાઇનલમાં મેક્સિકોની એલેજાન્ડ્રા વાલેશિયા સામે શાનદાર પ્રદર્શન કરનાર દીપિકા તે લય જાળવી શકી ન હતી. તેણે પહેલો સેટ એક પોઈન્ટ (26.27)થી ગુમાવ્યો હતો. બીજા સેટમાં તેણે વાપસી કરી હતી લીએ 30-28થી જીત મેળવી હતી.
આ પણ વાંચો : મહિલા ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં દર્દનાક દુર્ઘટના, વેસ્ટ ઈન્ડિઝની ખેલાડીને માથામાં વાગ્યો બોલ, જૂઓ વીડિયો…
ત્રીજા સેટમાં લીએ 27-25 પોઇન્ટથી જીત મેળવી હતી. પુરુષોની રિકર્વ કેટેગરીમાં ધીરજ એકમાત્ર ભારતીય હતો. તેમને 4. 6 (28-28, 29-26, 28-28, 26-30, 28-29)થી હારનો સામનો કરવો પડ્યો હતો.