WPL 2025: ગુજરાત જાયન્ટ્સે આ વિદેશી ખેલાડી પર કર્યો રૂપિયાનો વરસાદ, આટલા કરોડમાં ખરીદી…
WPL 2025 Auction: વીમેંસ પ્રીમિયર લીગ 2025માં (Womens Premier League) પ્રથમ બોલી વેસ્ટઈન્ડીઝની ઑલરાઉન્ડર ડિએંડ્રા ડૉટિન (Deandra Dottin) પર લાગી હતી. તે બેસ પ્રાઇઝ કરતાં અનેક ગણી મોંઘી વેચાઈ હતી. ગુજરાત જાયન્ટસે (Gujarat Giants) તેને 1.70 કરોડમાં ખરીદી હતી. તેની બેસ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. ડિએંડ્રાનું અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તે ઈન્ટરનેશનલની સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ શાનદાર દેખાવ કરી ચુકી છે. વીમેંસ પ્રીમિયર લીગની બીજી બોલી ડેનિયલ ગિબસન પર લાગી હતી. તે પહેલા રાઉન્ડમાં અનસૉલ્ડ રહી હતી.
આ પણ વાંચો : રિન્કુ સિંહે `પુષ્પા-ટૂ’ના અલ્લુ અર્જુનની સ્ટાઇલ રીક્રીએટ કરી, વીડિયો વાઇરલ થયો…
વેસ્ટઈન્ડીઝની ઑલરાઉન્ડર ડૉટિનની વાત કરીએ તો સૌથી પહેલી બોલી યુપી વોરિયર્સે લગાવી હતી. જે બાદ ગુજરાત પણ તેમાં સામેલ થયું હતું. આ બંનેએ ફ્રેન્ચાઇઝી વચ્ચે લાંબી ખેંચતાણ ચાલી હતી. પરંતુ અંતમાં ગુજરાતે બાજી મારી હતી. યુપી વોરિયર્સે અંતિમ બોલી 1.60 કરોડ લગાવી હતી. જ્યારે ગુજરાત જાયન્ટ્સે 1.70 કરોડ રૂપિયા આપીને ડૉટિનને ખરીદી હતી.
ડૉટિનનો કેવો છે દેખાવ
ડૉટિને અત્યાર સુધીમાં ટી20 ફોર્મેટમાં શાનદાર દેખાવ કર્યો છે. તે વીમેંસ બિગ બેશ લીગની 56 મેચમાં 934 રન ફટકારી ચુકી છે. ઉપરાંત 41 વિકેટ પણ ઝડપી ચુકી છે. ડૉટિને હંડ્રેટ વીમેંસ કૉમ્પિટિશનમાં પણ સારો દેખાવ કર્યો છે. ડૉટિન વેસ્ટઈન્ડીઝ માટે 132 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકી છે. આ દરમિયાન 2817 રન બાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 2 સદી અને 12 અડધી સદી પણ ફટકારી છે. તે આ ફોર્મેટમાં 132 મેચમાં 67 વિકેટ ઝડપી ચૂકી છે.
આ પણ વાંચો : ટેનિસ-લેજન્ડ આન્દ્રે ઍગાસી ભારતમાં બે સુપરસ્ટાર ખેલાડીને મળ્યો…
ઑક્શનના પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા આ ખેલાડી
ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી ગિબસન પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહી હતી. તેની બેસ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. ભારતની અનુભવી ખેલાડી પૂનમ યાદવે પણ કોઈ બોલી લગાવી નહોતી. ઈંગ્લન્ડની હીથર નાઇટ અથવા સારા ગ્લેન પણ અનસોલ્ડ રહ્યા હતા. વેસ્ટઈન્ડીઝની ઑલરાઉન્ડર હેનરી પર પણ કોઈએ બોલી લગાવી નહોતી.