સ્પોર્ટસ

ડીલ થઈ ગયું? ગંભીરે હેડ-કોચ બનવા બીસીસીઆઇને હા પાડી દીધી?

આઇપીએલની એક ટીમના માલિકે આ સોદાને સમર્થન આપ્યું હોવાનો એક અહેવાલમાં દાવો

મુંબઈ: ટીમ ઇન્ડિયા (Team India)નો 2024થી 2027 સુધી નવો હેડ-કોચ (Head Coach) કોણ બનશે એના પર ઘણા દિવસોથી થતી ચર્ચાનો હવે કદાચ અંત આવી ગયો છે. અનેક અટકળો પછી હવે નવું ડેવલપમેન્ટ થયું છે જેમાં આઇપીએલના એક ફ્રૅન્ચાઇઝી-માલિકે સમર્થન આપતા જણાવ્યું છે કે ગૌતમ ગંભીરે (Gautam Gambhir) બીસીસીઆઇને કહી દીધું છે કે તે ટીમ ઇન્ડિયાનો આગામી હેડ-કોચ બનવા તૈયાર છે.

એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટના અહેવાલમાં જણાવાયું છે કે આઇપીએલની એક ફ્રૅન્ચાઇઝીના હાઈ-પ્રોફાઇલ માલિક અને બીસીસીઆઇ (BCCI)ના મોવડીઓ સાથે ખૂબ નજીકનો સંબંધ ધરાવતી હસ્તીએ કહ્યું છે કે ગંભીરની નિયુક્તિનું ડીલ થઈ ગયું છે અને બહુ ટૂંક સમયમાં આ કરારની જાહેરાત કરવામાં આવશે.

અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે ગંભીરે તેની નજીકની વ્યક્તિઓને કહી દીધું છે કે તે રાહુલ દ્રવિડ પછી ખાલી પડનારા હેડ-કોચના હોદ્દા પર આવવાની તૈયારીમાં છે. શાહરુખ ખાનને કેકેઆરના ત્રીજા ચૅમ્પિયનપદ પહેલાથી જ ગંભીર ખૂબ પસંદ છે, પરંતુ ગંભીરની ભાવિ યોજનાઓ વિશે પણ શાહરુખને જાણ હતી.

જોકે એક જાણકારી પર પણ વિચાર કરવા જેવો છે. આઇપીએલની પોણાબે મહિનાની લેટેસ્ટ સીઝન દરમ્યાન ગંભીરે પોતાની ફૅમિલીને સમય આપવા પાંચ વખત બ્રેક લીધો હતો. એ જોતાં, 42 વર્ષીય ગંભીર હવે જો ભારતીય ટીમનો હેડ-કોચ બને તો એ હોદ્દો તેના માટે પડકારરૂપ બની શકે એમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button