T20 World Cup 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 World Cupમાંથી બહાર ફેંકાયા પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઉથલપાથલઃ જાણીતા ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી

બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાન(BAN vs AFG)ની જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમ T20 વર્લ્ડ કપ 2024 (T20 worldcup 2024) માંથી બહાર થઈ ગયું છે. આ સાથે ઓસ્ટ્રેલીયાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર(David Warner)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. જોકે, તે IPL સહિત અન્ય ક્રિકેટ લીગમાં રમવાનું ચાલુ રાખશે. ડેવિડ વોર્નરનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરિયર શાનદાર રહ્યું છે, વોર્નરના નામ પર 49 આંતરરાષ્ટ્રીય સદી છે.

T20 વર્લ્ડ કપ 2024 સાથે વોર્નરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પુનરાગમન માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. તેણે કહ્યું કે જો ટીમને તેની જરૂર હોય તો તે ટૂર્નામેન્ટ માટે ટીમ તરફથી રમી શકે છે.

ડેવિડ વોર્નરે 2011માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેણે ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું, જોકે ડેવિડ વોર્નરની ટેસ્ટ કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી, તે ODI અને T20 ફોર્મેટમાં ખૂબ જ સફળ રહ્યો હતો. ડેવિડ વોર્નર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. વોર્નરની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2016 ની ટ્રોફી જીતી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ સિવાય તે IPLમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહી ચૂક્યો છે.

| Also Read: ગુરુવારે સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રિકા અને ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ

ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા તરફથી 112 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 44.6ની એવરેજથી 8786 રન બનાવ્યા છે. ટેસ્ટ ફોર્મેટમાં 3 બેવડી સદી સાથે ડેવિડ વોર્નરના નામે 26 સદી છે. આ સિવાય તેણે એક વખત 300 રનનો આંકડો પણ પાર કર્યો છે. ઉપરાંત, તેણે ટેસ્ટ કરિયરમાં 37 અડધી સદી ફટકારી છે.

આ સિવાય ODI ફોર્મેટમાં ડેવિડ વોર્નરે 97.26ની સ્ટ્રાઈક રેટ અને 45.01ની એવરેજથી 6932 રન બનાવ્યા છે. તેણે ODI મેચોમાં 22 સદી ફટકારી છે. આ ઉપરાંત 33 ફિફ્ટી ફટકારી છે.

વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 110 T20I મેચો રમ્યા છે, જેમાં તેણે 139.77ની સ્ટ્રાઈક રેટ અને 40.52ની એવરેજથી 6565 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં ડેવિડ વોર્નરના નામે 1 સદી ઉપરાંત 28 અડધી સદી છે.

| Also Read: વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું

T20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની જીત બાદ ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને આ સાથે ડેવિડ વોર્નરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ સમાપ્ત થઈ ગઈ છે. વોર્નરે તેની છેલ્લી T20I મેચ ભારત સામે સુપર-8માં રમી હતી જેમાં તેણે માત્ર 6 રન બનાવ્યા હતા. આઉટ થયા બાદ વોર્નર ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. તેણે વર્લ્ડ કપ 2023માં તેની છેલ્લી ODI મેચ અને જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button