ભૂતપૂર્વ ફૂટબોલરે પોતે જ પોતાના હૃદયની નજીક છરો ભોંક્યો, પણ બચી ગયો...
સ્પોર્ટસ

ભૂતપૂર્વ ફૂટબોલરે પોતે જ પોતાના હૃદયની નજીક છરો ભોંક્યો, પણ બચી ગયો…

મૉન્ટપેલિયર (ફ્રાન્સ): ફ્રાન્સની મૉન્ટપેલિયર ક્લબ વતી 325 મૅચ રમનાર ભૂતપૂર્વ ફૂટબૉલ ખેલાડી અને હવે લીગ-વન ટૂર્નામેન્ટની લાયન ક્લબના સ્પોર્ટ્સ કૉ-ઑર્ડિનેટર તરીકેનું કામ કરતો ડેનિયલ કૉન્ગર (Daniel Congre) પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેની છાતી પર (હૃદયની નજીકના ભાગમાં) ઘા હતો અને એવું જાણવા મળ્યું છે કે તેના પર કોઈ હુમલો નહોતો થયો, પરંતુ ખુદ ડેનિયલે જ પોતાને છાતી (stab near heart)માં ધારદાર હથિયાર માર્યું હતું.

Le progres

ડેનિયલે આત્મહત્યા (suicide attempt)નો પ્રયાસ કર્યો હતો, પણ એમાં તે સફળ નહોતો થયો. હાલમાં તેને મૉન્ટપેલિયર યુનિવર્સિટીની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું મનાય છે. સોમવારે સાંજે ડેનિયલે પોતાને જ ગંભીર ઈજા પહોંચાડી હોવાની જાણ થતાં તેની પત્નીએ તાકીદની સેવા માટે કૉલ કર્યો હતો.
ડેનિયલ સેન્ટર ડિફેન્ડર તરીકે રમ્યો હતો. તે આખી કરીઅર ફ્રાન્સમાં રમ્યો હતો.

2012માં તે મૉન્ટપેલિયર ક્લબની ટીમમાં જોડાયો હતો અને 2021માં નિવૃત્ત થયો હતો. તે આ ક્લબનો લેજન્ડ તરીકે ઓળખાય છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button