સ્પોર્ટસ

Rishabh પંતના કમ-બેકને લઈને ‘દાદા’એ આપ્યા મોટા News

નવી દિલ્હી: ઇન્ડિયન ક્રિકેટ ટીમનો વિકેટકીપર અને બેટર રિષભ પંત (Rishabh Pant) અકસ્માતને લીધે અનેક સમયથી ક્રિકેટનીથી દૂર રહ્યો છે. રિષભ હવે ઇન્ડિયન પ્રીમીયર લીગ 2024 (IPL 2024)માં કમબેક કરી શકે છે એ બાબતે જોરદાર ચર્ચા થઈ રહી છે. IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન રિષભ પંત (Saurav Ganguly)ની હેલ્થ અને કમબેકને લઈને ભારતના પૂર્વ કેપ્ટન અને દાદા તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીએ એક મોટી અપડેટ આપી છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે હું થોડા સમયથી વુમેન્સ પ્રીમીયર લીગની મેચમાં બેંગલુરુમાં હતો. આ દરમિયાન હું રિષભ પંતને મળ્યો છે. તેની હાલત હવે પહેલાથી ખૂબ જ સારી છે. મને આશા છે કે તે આઇપીએલ 2024ના ફરી મેદાનમાં ઉતરશે.


મને તેની અંદર એક આત્મવિશ્વાસ જોવા મળ્યો. રિષભનું ફિટ અને સાજું થવું તે DC સાથે ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે પણ સારી બાબત છે. જોકે રિષભ ક્યારે મેદાન પર રમતો જોવા મળશે તે બાબત જોવાની રહેશે.

રિષભના આઇપીએલ કરિયર વિશે વાત કરીએ તો તેણે દિલ્હી કેપિટલ્સ તરફથી 89 મેચ રમી છે અને તેની કેપ્ટન્સી સંભાળી છે. આ દરમિયાન તેણે 34.61ની એવરેજ અને 147.97ની સ્ટ્રાઈક રેટે 2838 રન બનાવ્યા છે, જેમાં એક સેન્ચુરી અને 15 હાફ સેન્ચુરી પણ તેના નામે છે.

આ સાથે રિષભ પંતે ભારત તરફથી 33 ટેસ્ટ મેચ સાથે 30 વનડે અને 66 ટી-20 મેચમાં રમી ચૂક્યો છે. આમાં તેણે ટેસ્ટમાં પાંચ, વનડેમાં એક અને ટી-20માં એક સેન્ચુરી ફટકારી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave