IND VS AUS: પાંચમી ટેસ્ટ અંગે ટીમ માટે કમિન્સે કહ્યું ‘અમારી ઊર્જામાં કોઈ ઘટાડો થશે નહીં’
સિડનીઃ આવતીકાલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ (IND VS AUS Last TEST) મેચ સિડની ખાતે શરૂ થશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે આજે કહ્યું હતું કે તેમની ટીમ સીરિઝમાં 2-1થી આગળ હોવા છતાં ભારત સામેની અંતિમ ટેસ્ટમાં તેમની ટીમની ઊર્જામાં કોઈ ઘટાડો થશે નહીં. ઓસ્ટ્રેલિયાએ બોક્સિંગ ડે ટેસ્ટ 184 રને જીતી હતી.
આ પણ વાંચો: શેન વોટસને ‘ચેમ્પિયન્સ ટ્રોફી’ માટે આપ્યું મહત્ત્વનું નિવેદનઃ કોહલી, રોહિત માટે મોટી તક…
ત્રણ ટેસ્ટના પ્રદર્શનથી ખુશ છું
કમિન્સે કહ્યું, “સીરિઝમાં આગળ રહેવું સારું છે. તમે દરેક ટેસ્ટ મેચ જીતવાના ઈરાદા સાથે રમો છો અને અહીં પણ તે અલગ નથી. “હું છેલ્લી ત્રણ ટેસ્ટમાં ટીમના પ્રદર્શનથી ઘણો ખુશ છું. અમે બતાવ્યું કે અમે જીતના પ્રબળ દાવેદાર છીએ અને આ અઠવાડિયે પણ અમારું લક્ષ્ય જીતવાનું છે. તેણે સ્વીકાર્યું કે ટીમ સામે કેટલીક સમસ્યાઓ છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ અલગ
કમિન્સે કહ્યું, “એમાં કોઈ શંકા નથી કે કેટલાક પ્રસંગોએ અમે વધુ રન કરવા માંગતા હતા. મેલબર્નમાં છેલ્લી ટેસ્ટમાં અમારે 400-500 રનની લીડ લેવી જોઇતી હતી. અમે આવી સારી સ્થિતિમાં હતા પરંતુ આ ટેસ્ટ ક્રિકેટ છે. કમિન્સે કહ્યું કે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ પરંપરાગત પિચથી અલગ છે જે સ્પિનરો અને બેટ્સમેનોને મદદ કરે છે.
બુમરાહનો સામનો કરવાનું મુશ્કેલ
ઓસ્ટ્રેલિયા માટે કપરો પડકાર બની ગયેલા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગે તેણે કહ્યું હતું કે તે ખૂબ જ સારી બોલિંગ કરી રહ્યો છે. તેનો સામનો કરવો મુશ્કેલ છે. મેં અલગ-અલગ ફોર્મેટમાં તેનો સામનો કર્યો છે પરંતુ તેનો સામનો કરવો મુશ્કેલ છે.