IPL 2024સ્પોર્ટસ

IPL 2024: (RCBvsRR) RCB હારી ગઈ તો CSK ચાહકોને સૌથી વધુ મજા પડી, મીમ્સ થયા વાયરલ

IPL 2024 માં, રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 21 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ યોજાઈ હતી. આ મેચમાં પ્રથમ રમતા બેંગલુરુએ 172/8 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે આ મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. જ્યારે એલિમિનેટર મેચમાં RCB હાર્યું ત્યારે વિરાટ કોહલીનું IPL ટ્રોફી જીતવાનું સપનું ફરી એક વાર ચકનાચૂર થઇ ગયું હતું. સૌથી વધુ ખુશી.

જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે RCBની મજાક ઉડાવી અને મીમ્સ શેર કર્યા, ત્યારે RCBના ચાહકો સૌથી વધુ નિશાન બન્યા હતા. વાયરલ મીમમાં બતાવવામાં આવ્યું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL ટ્રોફી જીતવા માંગતી નથી.

https://twitter.com/pkkotwal278775/status/1793472622141079640

જે રીતે RCBની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી અને 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને એવું લાગી રહ્યું હતું કે આ વર્ષે RCB ચાહકોનું સપનું ચોક્કસપણે પૂરું થશે. પરંતુ 22 મેના રોજ એલિમિનેટર મેચમાં રાજસ્થાને તેનું સપનું તોડી નાખ્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું. એક નેટિઝને RCBના ચાહકો પહેલા ખુશ અને પછી દુઃખી હોવા પર મીમ શેર કર્યું હતું.

અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે ફોટો શેર કર્યો અને લખ્યું, બેંગલુરુને સપોર્ટ કરવો એટલે…

ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રશંસકોનો ફોટો શેર કરતા અન્ય એક યુઝરે લખ્યું- આ લોકો RCBને IPL 2024માંથી બહાર થતા જોવા માટે લાઈવ આવ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ પેજ દ્વારા સોશિયલ મીડિયા પર રાજસ્થાન રોયલ્સને અભિનંદન આપવામાં આવ્યા હતા અને RCBને સૌથી વધુ ટ્રોલ કરવામાં આવી હતી.  

ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરના ફોટા પોસ્ટ કરીને RCBને ટ્રોલ કરવામાં આવી હતી.  

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button