2025માં સીએસકે અંતિમ સ્થાને હતી, ધોનીની નિવૃત્તિ તોળાય છે, અશ્વિને પણ રિટાયરમેન્ટ લઈ લીધું છે | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

2025માં સીએસકે અંતિમ સ્થાને હતી, ધોનીની નિવૃત્તિ તોળાય છે, અશ્વિને પણ રિટાયરમેન્ટ લઈ લીધું છે

ચેન્નઈઃ બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમના માલિક એન. શ્રીનિવાસન (SRINIVASAN) ફરી આ ટીમના વહીવટમાં સક્રિય થયા છે. જોકે તેઓ આગામી આઇપીએલમાં પોતાની આ ટીમના માત્ર સલાહકાર તરીકેની ભૂમિકામાં રહેશે.

80 વર્ષના શ્રીનિવાસનની નિયુક્તિ બે અઠવાડિયા પહેલાં ફ્રૅન્ચાઇઝીની બોર્ડ મીટિંગમાં સીએસકેના ચૅરમૅન તરીકે થઈ અને આ નિમણૂક ટીમ માટે ખૂબ પ્રોત્સાહિત બની રહેશે, એવું ટીમના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) કાસી વિશ્વનાથને પીટીઆઇને કહ્યું હતું.

આપણ વાંચો: ભારતનો ગુજરાતી ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં!

કાસી વિશ્વનાથનના જણાવ્યા મુજબ ` શ્રીનિવાસન હવે બહુ મુસાફરી નથી કરતા એટલે ટીમને જ્યારે તેમની સલાહની જરૂર પડશે ત્યારે તેમનો સંપર્ક કરવામાં આવશે.

અમે બન્ને ચેન્નઈમાં જ છીએ અને રોજ મળીએ છીએ. તેઓ આઇપીએલની સીએસકે ઉપરાંત સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં સીએસકેની માલિકીની જોહનિસબર્ગ ટીમ (જોબર્ગ સુપરકિંગ્સ) તેમ જ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (એમએલસી)ની ટીમ ટેક્સસ સુપર કિંગ્સનો વહીવટ પણ સંભાળશે.

આપણ વાંચો: ચેન્નઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સનો વારો, શિખર ધવનની કેપ્ટનશિપ છીનવાશે?

2025ની આઇપીએલમાં ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે વહેલો ટીમની બહાર થઈ જતાં એમએસ ધોનીએ સીએસકેનું સુકાન સંભાળ્યું હતું, પરંતુ અગાઉ પાંચ ટાઇટલ અપાવી ચૂકેલી સીએસકેની ટીમ આ આઇપીએલમાં છેક 10મા નંબરે રહી હતી.

ધોની ગમે ત્યારે આઇપીએલ (IPL)માંથી નિવૃત્ત લઈ શકે. અશ્વિને તાજેતરમાં આઇપીએલમાંથી પણ રિટાયરમેન્ટ લઈ લીધું. 2015થી 2017 દરમ્યાન સીએસકેની ટીમને ગેરકાયદે સટ્ટા બદલ સસ્પેન્ડ કરવામાં આવી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button