IPL 2024સ્પોર્ટસ

ભારત-પાક મેચ દરમિયાન આ રીતે છેતરાયા કરોડો ક્રિકેટપ્રેમીઓ…

અમદાવાદઃ આજે અમદાવાદ ખાતે વર્લ્ડકપ-2023માં ભારત-પાકિસ્તાન મેચ રમાઈ રહી છે પણ એ જ દરમિયાન એક મહત્ત્વની માહિતી એવી સામે આવી રહી છે કે આ મેચ શરૂ થતાં પહેલાં જ કરોડો ક્રિકેટ ફેન્સ છેતરાઈ ગયા હતા. ખુદ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (જૂનું ટ્વીટર) પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી.

ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે મેચની ઓપનિંગ સેરેમનીનું ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં નહીં આવે અને આ સેરેમની માત્ર સ્ટેડિયમમાં હાજર ફેન્સ જ જોવા મળશે. આ સેરેમનીમાં બોલીવૂડ સ્ટાર્સે પર્ફોર્મ કર્યું હતું,. જેમાં અરિજિત સિંઘ, શંકર મહાદેવન, સુખવિંદર સિંઘ, શ્રદ્ધા કપૂર અને સુનિધી ચૌહાણનો સમાવેશ થાય છે. પરંતુ મેચના લાઈવ બ્રોડકાસ્ટરે મેચ શરૂ થવાના અમુક કલાકો પહેલાં જ ટ્વીટ કરીને આ બાબતની માહિતી આપી હતી.

હવે ચેનલના આવા નિર્ણય અંગે જાત જાતની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. આવું કરવાનું એક કારણ એવું પણ હોઈ શકે કે આ સેરેમનીનું લાસ્ટ મિનીટ આયોજન કરવામાં આવ્યું અને કેટલાક કોન્ટ્રાક્ટના કામો પૂરા નહીં થયા હોય જેને કારણે સ્ટાર સ્પોર્ટ્સને રાઈટ્સ નહીં મળ્યા હોય એટલે તેનું લાઈવ સ્ટ્રીમિંગ નહીં કરવાની જાહેરાત ચેનલ દ્વારા કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button