ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી સગાઈ, ગર્લફ્રેન્ડ જોર્જિનાની પોસ્ટ જોઈને ચોંકી ગયા ફેન્સ

દુનિયાના જાણીતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યો છે. પાંચ બાળકોનો પિતા રોનાલ્ડોની પાર્ટનર જોર્જિના રોડ્રિગ્સે ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ શેર કરી છે કે જેને કારણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી રોનાલ્ડો અને જોર્જિનાની સગાઈની વાતો સામે આવી રહી હતી અને આખરે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતને કન્ફર્મ કરી દીધી હતી.
જોર્જિનાની પોસ્ટે મચાવી ખલબલી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્સે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેનો અને રોનાલ્ડોનો હાથ દેખાઈ રહ્યો છે. જોર્જિનાની આંગળીમાં એક સુંદર રિંગ દેખાઈ રહી છે જે સગાઈની છે. તેણે આ ફોટો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે જી હા, મેં સગાઈ કરી લીધી છે. આ ફોટો સાઉદી અરેબિયાના રિયાદનો છે. જોર્જિનાની આ પોસ્ટથી ફેન્સ ચોંકી ઉઠ્યા હતા અને કમેન્ટ બોક્સમાં ફેન્સ કપલ પર શુભેચ્છાનો વરસાર કરી રહ્યા છે.
આવો છે રોનાલ્ડોનો પરિવાર
પોર્ટુગીઝ ફૂટબોલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને મોડલ જોર્જિના રોડ્રિગ્સ છેલ્લાં 8 વર્ષથી એક સાથે છે. 2016માં તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. રોનાલ્ડો અને જોર્જિનાના ચાર બાળકો છે. 2017માં સરોગસીથી ઈવા મારિયા અને મેટેઓનો જન્મ થયો. આ જ વર્ષે અલાનાનો પણ જન્મ થયો. 2022માં બેલાનો જન્મ થયો અને એની સાથે જન્મેલા એક બાળકનું જન્મ બાદ તરત જ મૃત્યુ થયું હતું. રોનાલ્ડોને એક મોટો દીકરો છે જેને લોકો જુનિયર રોનાલ્ડો તરીકે ઓળખે છે, પણ એની માતા કોણ છે એના વિશે કોઈ જાણકારી નથી.
આટલી છે રોનાલ્ડોની નેટવર્થ
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2015માં રોનાલ્ડોની નેટવર્થ 1.45 બિલિયન ડોલર છે. રોનાલ્ડોને બેસ સેલરી 200 મિલિયન ડોલરની આસપાસ છે અને 15 મિલિયન ડોલર એડવર્ટાઈઝમેન્ટથી કમાવે છે. 2022માં તેણે સાઉદી ટીમ સાથે 600 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો અને બાદમાં તેને 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. ક્લબે રોનાલ્ડો સાથે 2 વર્ષ માટે 620 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ કર્યો છે.
આ પણ વાંચો…મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્માએ પહેરેલી ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું; આટલા કરોડ છે કિંમત