બર્થ-ડે બૉય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો હુંકાર…`ગ્રેટેસ્ટ ફૂટબૉલ ખેલાડી તો હું જ છું’
મૅડિરા (પોર્ટુગલ): આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં વિક્રમજનક 217 મૅચમાં 135 ગોલ અને પ્રોફેશનલ ફૂટબૉલમાં 717 મૅચમાં 562 ગોલ કરનાર પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આજે જીવનના 40 વર્ષ પૂરા કર્યા છે અને તેણે સ્પૅનિશ ટીવી પરની એક મુલાકાતમાં પોતાને સૉકર જગતના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે ઓળખાવ્યો હતો. આય ઍમ ધ ગ્રેટેસ્ટ સૉકરર ઇન હિસ્ટ્રી’ એવું કહીને રોનાલ્ડોએ પોતાના 40મા બર્થ-ડેનું મીડિયામાં સેલિબ્રેશન કર્યું હતું. ફૂટબૉલ જગતમાં લિયોનેલ મેસીની સાથે એક દાયકા સુધી પ્રભુત્વ ધરાવતા રાઇટ-ફૂટેડ રોનાલ્ડોએ એવું પણ કહ્યું હતું કેહું લેફ્ટ-ફૂટેડ નથી એમ છતાં ડાબા પગથી સૌથી વધુ ગોલ કરનારા ટૉપ-ટેનમાં મારો સમાવેશ છે. નંબર જ બધુ કહી આપે છે. મારા જેવો કમ્પ્લીટ ફૂટબૉલ ખેલાડી બીજો કોઈ નથી.’
સોશિયલ મીડિયામાં કુલ મળીને એક અબજથી પણ વધુ ફૉલોઅર્સ ધરાવતા રોનાલ્ડોએ મુલાકાતમાં એવું પણ જણાવ્યું હતું કે હું માથાથી પણ બૉલને ફટકારું છું અને ફ્રી કિકમાં પણ માહિર છું. હું અત્યંત ઝડપી છું અને સતતપણે અસરદાર તથા મજબૂત પર્ફોર્મન્સ આપી શકું છું.
Also read: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કેમ રેડ કાર્ડ બતાવાયું?
હું સારી છલાંગ પણ લગાવી લેતો હોઉં છું. મારાથી ચડિયાતો ફૂટબોલર મેં આજ સુધી જોયો નથી.’ રોનાલ્ડો અગાઉ પણ પોતાને સૌથી મહાન ફૂટબોલર તરીકે ઓળખાવી ચૂક્યો છે. તેણે એક વાર કહ્યું હતું કે લોકો તેને ગ્રેટેસ્ટ ફૂટબોલર તરીકે હંમેશાં યાદ રાખશે. રોનાલ્ડોને જ્યારે આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસી સાથેની તેની સરખામણી વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે રોનાલ્ડોએ કહ્યું હતું કેમેસીની કાબેલિયત અસાધારણ છે, પણ સૌથી ચડિયાતો ફૂટબોલર તો હું જ છું.’ હમણાં રિટાયર થવાનો કોઈ જ વિચાર નથી એવું રોનાલ્ડોએ કહ્યું છે. તે ચાહકોમાં ‘સીઆર7′ તરીકે પ્રખ્યાત છે.