કુલદીપ યાદવે સગાઈ કરી, જાણો કોણ છે તેની જીવનસંગિની વંશિકા અને ક્યારે જોડાશે લગ્નના બંધને | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

કુલદીપ યાદવે સગાઈ કરી, જાણો કોણ છે તેની જીવનસંગિની વંશિકા અને ક્યારે જોડાશે લગ્નના બંધને

લખનઉ: ભારતીય ક્રિકેટ ટીમ સ્ટાર સ્પિન બોલર બોલર કુલદીપ યાદવ આજે બુધવારે તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ (Kuldeep Yadav engagement with Vanshika) કરી હતી. લખનઉની એક હોટલમાં સગાઇ સમારંભ યોજાયો હતો, જેમાં બંને પરિવારના નજીકના સભ્યો અને ઉત્તર પ્રદેશના કેટલાક ક્રિકેટરો હાજર રહ્યા હતા. રિંકુ સિંહનો પણ આ સમારંભમાં હાજર રહ્યો હતો.

વંશિકા કાનપુરના લાલ બાંગ્લાની રહેવાસી છે, તે ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે અને તેના પિતા LICમાં અધિકારી છે. કુલદીપ અને વંશિકા એક બીજાને બાળપણથી ઓળખે છે, લાંબી મિત્રતા બાદ હવે બંનેએ સગાઇ કરી છે.

લોકો પાઠવી રહ્યા છે શુભેચ્છા:

સામાન્ય રીતે કુલદીપ તેનું અંગત જીવનને જાહેર નજરથી દૂર રાખે છે. કપલેએ સોશિયલ મીડિયા પર સગાઇની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ સમારંભની તસવીરો ઓનલાઈન વાયરલ થઇ રહી છે. ચાહકો અને સાથી ક્રિકેટરો બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

એક અહેવાલમાં કુલદીપના નજીકના લોકોને ટાંકીને જણાવવામાં આવ્યું કે ભારતના ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ પછી લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કુલદીપનું શાનદાર ક્રિકેટ કરિયર:

30 વર્ષીય લેફ્ટ હેન્ડ-સ્પિનર કુલદીપ તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. તેણે 14 મેચમાં7.07 ના ઇકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી.
કુલદીપ ભારતીય ટીમના બોલિંગ યુનિટનો મહત્વનો ભાગ છે. તેમણે 2024માં T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને 2017 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, તેમણે અત્યાર સુધી રમેલા 113 ODI માં 181 વિકેટ, 40 T20I માં 69 વિકેટ અને 13 ટેસ્ટ મેચોમાં 56 વિકેટ લીધી છે.

કુલદીપ ઇંગ્લેન્ડ સામે 20 જૂનથી શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમનો ભાગ છે. ટીમ આવતા અઠવાડિયે યુકે જવા રવાના થશે, આ શ્રેણી 4 ઓગસ્ટ સુધી ચાલશે.

Back to top button